5 જુલાઇના રોજ રાજ્યમાં 2 બેઠકને લઇને રાજયસભાની ચૂંટણી યોજાઇ હતી. જેમાં જુગલજી ઠાકોર અને ડો. એસ જયશંકર બંનેને ભાજપાએ રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતાં. ત્યાર બાદ નિષ્પક્ષ ચુંટણી યોજાઇ હતી અને આ ચુંટણીમાં ભાજપાના બંને ઉમેદવારો વિજેતા જાહેર થયા હતાં. વિજેતા જાહેર થયા બાદ આજ રોજ પ્રથમ વખત જુગલજી ઠાકોર ગુજરાત પ્રવાસે આવ્યા છે. જ્યાં તેઓનું એયરપોર્ટ પર કાર્યકરો અને તેમના ચાહકોએ હાર તોરા અને ઢોલ નગારા સાથે સ્વાગત કર્યુ હતું.
રાજ્યસભાના સાંસદ બન્યા બાદ જુગલજી ઠાકોર પ્રથમ વખત ગુજરાત પ્રવાસે - TOUR
અમદાવાદ: રાજ્યસભાના ઉમેદવાર બન્યા બાદ જુગલજી ઠાકોર આજ રોજ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવ્યા છે અને તેની સાથે કિરણ રીજ્જુ પણ ગુજરાત પ્રવાસે આવેલા છે.

રાજ્યસભાના સાંસદ બન્યા બાદ જુગલજી ઠાકોર પ્રથમ વખત ગુજરાત પ્રવાસે
જુગલજી ઠાકોરના આગમન સાથે તેને પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે રાજ્ય સભાના સભ્ય બન્યા બાદ જિલ્લામાં પ્રથમ વિકાસના કામ હાથ ધરીશ અને ત્યાર બાદ અન્ય અધુરા કામોને પુર્ણ કરીશ. ત્યાર બાદ જુગલજી ઠાકોરને અલ્પેશ ઠાકોર ભાજપામાં જોડાશે કે નહીં તે બાબત પર સવાલ પુછતા તેને જબાબ આપવાનું ટાળ્યું હતું અને મૌન સેવ્યું હતું.
Last Updated : Jul 13, 2019, 3:23 PM IST