ગુજરાત

gujarat

ETV Bharat / city

Judgment of High Court : કર્મચારીની આત્મહત્યા કેસમાં ફર્મમાલિક સામે ગુનો નોંધી શકાય નહીં - An offense under section 306 of the IPC

ગુજરાત હાઈકોર્ટે (Judgment of High Court) આત્મહત્યાના એક કેસમાં મહત્વનો ચૂકાદો આપ્યો હતો. કોઇ કર્મચારીને ઓફિસના શિસ્તભંગ બદલ ઠપકો આપવામાં આવે અને એ આત્મહત્યા (Employee suicide case) કરી લે તો માલિક સામે ગુનો (An offense under section 306 of the IPC) નોંધી શકાય નહીં તેવો ચૂકાદો આપવામાં આવ્યો હતો.

Judgment of High Court : કર્મચારીની આત્મહત્યા કેસમાં ફર્મમાલિક સામે ગુનો નોંધી શકાય નહીં
Judgment of High Court : કર્મચારીની આત્મહત્યા કેસમાં ફર્મમાલિક સામે ગુનો નોંધી શકાય નહીં

By

Published : Jul 8, 2022, 5:52 PM IST

અમદાવાદ- જો કોઈ કંપનીના માલિક એના કર્મચારીને ઓફિસના નિયમોનું પાલન નહીં કરવા પર ઠપકો આપે અથવા તો શિસ્તભંગ (Reprimand for office discipline) બદલ કંઈ કહે અને જો કોઈ કર્મચારી એવા કારણોસર આત્મહત્યા કરી લે છે, તો આઈપીસીની ધારા 306 હેઠળનો ગુનો (An offense under section 306 of the IPC) , કોઈપણ માલિક સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા (Employee suicide case) આપવાનો કેસ બનતો નથી. એવો મહત્વનો ચૂકાદો એક કેસમાં હાઇકોર્ટ (Judgment of High Court) દ્વારા આપવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો -આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો ફરિયાદીની દીકરી સીએ તરીકે કંપનીમાં નોકરી કરતી હતી. જે કંપનીમાં એ નોકરી કરતી હતી તે કંપનીના ઓફિસના સમય દરમિયાન એ દીકરીએ એક સહકર્મીના કાર્યક્રમમાં હાજરી આપવાના બદલે તેને માલિક દ્વારા ઠપકો (Reprimand for office discipline)આપવામાં આવ્યો હતો. તેને લઈને ફરિયાદીની દીકરીએ આત્મહત્યા (Employee suicide case) કરી લીધી હતી.

આ પણ વાંચોઃ સાવ આવા સામાન્ય કારણોસર યુવતીએ આયખું ટૂંકાવી દીધુ,પરિવારમાં માતમ

સરથાણા પોલીસ સ્ટેશન ખાતે થઈ હતી ફરિયાદ - આ સમગ્ર મામલે તે દીકરીના પિતાએ સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Complaint at Sarthana police station in Surat ) નોંધાવી હતી. ફરિયાદને રદ કરવા માટે થઈને સીએ ફર્મના માલિકો દ્વારા હાઇકોર્ટમાં (Judgment of High Court) અરજી કરવામાં આવી હતી. અરજદાર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, મૃતક દ્વારા તે ઓફિસના સમય દરમિયાન જ સહકર્મીના એક ઘરના કાર્યક્રમમાં ગઈ હતી અને તે અમારી કંપનીની સાથે બીજા કોઈ કંપનીનાં પણ કામ કરતી હોવાનું સામે આવ્યું હતું. તેથી આ મામલાને લઈને ઠપકો (Reprimand for office discipline)આપ્યો હતો અને જો જરૂર પડશે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશું એવું તેને કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Police Woman Suicide : ખંભાળીયામાં હેડ ક્વાર્ટરમાં મહિલા પોલીસ કર્મચારીએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

થોડા દિવસ બાદ કરી આત્મહત્યા - આ ઠપકાના થોડાક દિવસો બાદ જ તે યુવતીએ આત્મહત્યા (Employee suicide case) કરી લીધી હતી. તેથી આવા સંજોગોમાં માલિક કે સામે આત્મહત્યા માટે જવાબદાર છે એવો કેસ બની શકે નહીં. માલિકો દ્વારા આ રીતની અરજી કરવામાં આવતા હાઈકોર્ટે (Judgment of High Court) પણ આ અરજીની ગ્રાહ્ય રાખી હતી.

માલિક દ્વારા અપાયેલી ધમકી ગણી શકાય નહીં - ગુજરાત હાઈકોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું છે કે કોઈ કર્મચારી ઓફિસની શિસ્તનો ભંગ (Reprimand for office discipline) કરવા માટે થઈને જ્યારે તેની વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવાનું કહેવામાં આવે અને થોડા દિવસ બાદ જો કોઈ આત્મહત્યા કરે (Employee suicide case) તો તેને માલિક દ્વારા અપાયેલી ધમકી ગણી શકાય નહીં. હાઇકોર્ટે પોતાના આદેશમાં એમ પણ નોંધ્યું છે કે જો કોઈ નોકરીદાતા કે માલિક ઓફિસમાં શિસ્ત જાળવવા માટે થઈને આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તો કોઈ કર્મચારી આત્મહત્યા કરી લે તો આઇપીસીની ધારા 306 હેઠળનો ગુનો (An offense under section 306 of the IPC) નોંધી કાર્યવાહી કરી શકાય નહીં. કેમકે માલિક કે નોકરીદાતાએ ઓફિસનું વાતાવરણ અનુકૂળ બની રહે એવા આશયથી જ આવું વલણ અપનાવ્યું હોય છે.જો કોઈપણ રીતે આ પ્રકારે ગુનો નોંધવામાં આવે તો આવી રીતે તમામ નોકરીદાતાઓ સામે એક ભયનો માહોલ ઉભો થઈ શકે છે અને ભવિષ્યમાં પણ લોકોએ આવી હાલાકીનો સામનો કરવો પડી શકે છે. આમ હાઇકોર્ટે (Judgment of High Court) સીએ ફર્મના માલિકોની અરજીને ગ્રાહ્ય રાખીને તેમને રાહત આપી હતી...

ABOUT THE AUTHOR

...view details