ગુજરાત

gujarat

ETV Bharat / city

JP Nadda Gujarat Visit: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હવે ક્યારે ગુજરાત આવશે, જાણો - Bhupendra Yadav Gujarat Visit

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા ફરી એક વાર ગુજરાતના પ્રવાસે (JP Nadda Gujarat Visit) આવી રહ્યા છે. ત્યારે આ વખતે તેમના કયા કાર્યક્રમ હશે જાણો.

JP Nadda Gujarat Visit: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હવે ક્યારે ગુજરાત આવશે, જાણો
JP Nadda Gujarat Visit: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હવે ક્યારે ગુજરાત આવશે, જાણો

By

Published : Apr 22, 2022, 11:45 AM IST

Updated : Apr 22, 2022, 11:54 AM IST

અમદાવાદઃ રાજ્યમાં 2022 વિધાનસભાની ચૂંટણીઓને (Gujarat Assembly Election 2022) લઈને ભાજપ ખૂબ જ સક્રિય જોવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહની મુલાકાત બાદ ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે (Bhupendra Yadav Gujarat Visit) આવ્યા છે. તેઓ પાર્ટીના સંગઠન અને કાર્યોને લઇને તેઓ હોદ્દેદારો સાથે બેઠક યોજી રહ્યા છે. હવે આગામી સમયમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા પણ ગુજરાતની મુલાકાતે આવી (JP Nadda Gujarat Visit) રહ્યા છે.

આ પણ વાંચો-Global AYUSH Summit 2022: આયૂષ સેક્ટરમાં પણ રોકાણ વધારવાનો સમય આવી ગયો છેઃ PM

29 કે 30 એપ્રિલે જે.પી.નડ્ડા આવશે ગુજરાત -ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાનું 29 કે 30 એપ્રિલે ગુજરાત પ્રવાસનું (JP Nadda Gujarat Visit) આયોજન થઈ રહ્યું છે. તેઓ દક્ષિણ ગુજરાતમાં એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે. સાથે જ તેઓ ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમની મુલાકાત લેશે. અહીં ગાંધીનગરમાં સંગઠનના નેતાઓ સાથે બેઠક યોજાશે.

આ પણ વાંચો-ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનું ટ્વિટર એકાઉન્ટ હેક, હેકર્સે લખ્યું- 'રશિયાને મદદની જરૂર છે'

ગુજરાત ઈલેક્શન મોડમાં - આગામી વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને તમામ પાર્ટીઓ તેની તૈયારીમાં લાગી છે. ત્યારે વર્તમાનમાં ગુજરાતમાં ભાજપની સત્તા છે. ભારતીય જનતા પાર્ટી ફરીથી સત્તા મેળવવા એડી ચોટીનું જોર લગાવી રહી છે.

Last Updated : Apr 22, 2022, 11:54 AM IST

ABOUT THE AUTHOR

...view details