અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) ગણતરીના અઠવાડિયા બાકી છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આજે (શુક્રવારે) ગુજરાતની એક દિવસીય મુલાકાતે (JP Nadda Gujarat Visit) આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ ગુજરાત ભાજપના અગ્રણી નેતાઓ સાથે બેઠકો (JP Nadda meeting with Gujarat BJP leaders) યોજશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે ગુજરાતની મુલાકાતે આ પણ વાંચો-Tejasvi Surya on Congress: PK હોય, BK હોય કે પછી TK ભાજપને કંઈ ફરક નથી પડતો
જે.પી.નડ્ડાનો કાર્યક્રમઃભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આજે સવારે 8 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે. ત્યાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ તેઓ ગાંધી આશ્રમની મુલાકાતે (JP Nadda Gandhi Ashram Visit) જશે. ત્યાંથી તેઓ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે રાજ્યના સાંસદો, ધારાસભ્યો અને પ્રદેશ કારોબારીના હોદ્દેદારો સાથે (JP Nadda meeting with Gujarat BJP leaders) બેઠક યોજશે. આ બેઠકમાં 700 જેટલા અપેક્ષિત આમંત્રિતો છે.
જે.પી. નડ્ડાના આગમન માટે તૈયારી આ પણ વાંચો- Gujarat Assembly Election 2022 : ભૂપેન્દ્ર યાદવે ભાજપના કાર્યકર્તાઓને શું માર્ગદર્શન આપ્યું, જાણો...
અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે કાર્યકમ -તેઓ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે બપોરે 1 વાગ્યે મંડળ પ્રમુખના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અહીં 7,000થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ વડોદરાના ધાર્મિક કાર્યક્રમમાં પહોંચશે. છેવટે સાંજે પ્રદેશના અગ્રણીઓ સાથે તેઓ બેઠક (JP Nadda meeting with Gujarat BJP leaders) યોજશે. આ કાર્યક્રમો દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ, કેન્દ્રિય પ્રધાન પુરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા તેમ જ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ પણ ઉપસ્થિત રહેશે.