ગુજરાત

gujarat

ETV Bharat / city

JP Nadda Ahmedabad Visit: ભાજપનો મુકાબલો કરવા માટે એક બે નહીં પરંતુ 50 વર્ષની તપસ્યા કરવી પડશેઃ નડ્ડા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આજે ગુજરાતની મુલાકાતે આવ્યા (JP Nadda Ahmedabad Visit) છે. ત્યારે આજે સવારે અમદાવાદ આવતાની સાથે જ તેમણે અમદાવાદ એરપોર્ટ ખાતે સ્વાગત કાર્યક્રમમાં સંબોધન (J P Nadda welcome program) કર્યું હતું. ત્યારબાદ તેઓ સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા.

JP Nadda Ahmedabad Visit: ભાજપનો મુકાબલો કરવા માટે એક બે નહીં પરંતુ 50 વર્ષની તપસ્યા કરવી પડશેઃ નડ્ડા
JP Nadda Ahmedabad Visit: ભાજપનો મુકાબલો કરવા માટે એક બે નહીં પરંતુ 50 વર્ષની તપસ્યા કરવી પડશેઃ નડ્ડા

By

Published : Apr 29, 2022, 8:43 AM IST

Updated : Apr 29, 2022, 3:02 PM IST

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ અમદાવાદ એરપોર્ટ ખાતે યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં (JP Nadda Ahmedabad Visit) સંબોધન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, અહીં સી. આર. પાટિલે પાઘડી પહેરાવીને જે. પી. નડ્ડાનું સ્વાગત (J P Nadda welcome program) કર્યું હતું. ત્યારબાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ મુખ્યપ્રધાન, પ્રદેશ અધ્યક્ષ સહિતના ભાજપના અગ્રણી નેતાઓ સાથે ગાંધી આશ્રમની મુલાકાતે (JP Nadda Gandhi Ashram Visit) પહોંચ્યા હતા.

ભાજપનો મુકાબલો કરવા માટે એક બે નહીં પરંતુ 50 વર્ષની તપસ્યા કરવી પડશેઃ નડ્ડા

આ પણ વાંચો-JP Nadda Gujarat Visit: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે ગુજરાતની મુલાકાતે, કયા કાર્યક્રમ રહેશે ઉપસ્થિત, જૂઓ

વિશ્વમાં ભાજપની અલગ છાપ ઊભી થઈ - ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ સંબોધનમાં (JP Nadda Ahmedabad Visit) જણાવ્યું હતું કે, કોઈએ પણ ભાજપનો મુકાબલો કરવા માટે એક બે નહીં પરંતુ 50 વર્ષની તપસ્યા કરવી પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે માત્ર દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની અલગ છાપ ઊભી કરી છે. હું ક્યાંય પણ જઉં છું ત્યારે ગૌરવથી શિશ ઊંચું થઈ જાય છે. ભાજપ માટે કામ કરવું એ આપણું સૌભાગ્ય છે. સાચી દિશા અને સાચી વિચારધારા સાથે ચાલનારી પાર્ટી માત્ર ભાજપ જ છે.

એરપોર્ટ ખાતે જે. પી. નડ્ડા માટે સ્વાગત કાર્યક્રમ

આ નેતાઓ રહ્યા ઉપસ્થિત - ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે એરપોર્ટ સર્કલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને (JP Nadda Ahmedabad Visit) પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, અમદાવાદના મેયર કિરીટ પરમાર, પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સહિતના નેતા ઉપસ્થિત રહ્યા હતા.

જે. પી. નડ્ડાનું સ્વાગત કરવા ભાજપના કાર્યકર્તાઓની ભીડ

આ સ્વાગત મારું નહીં, ભાજપના વિચારોનું છેઃ નડ્ડા -જે. પી. નડ્ડાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપે છેલ્લા 50-60 વર્ષ એટલે કે, 1952થી તપસ્યા કરી (JP Nadda Ahmedabad Visit) હતી. ત્યારથી આજ સુધી પોતાનું સ્ટેન્ડ બદલવાની જરૂર પડી નથી. ઘણા વર્ષોની મહેનત આજ આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કામમાં જોઈ રહ્યા છે, જે આપણા દેશનું નામ વિશ્વ સ્તરે બોલાઈ રહ્યું છે. તે આપણા માટે ગૌરવની વાત છે.

સી. આર. પાટીલે પાઘડી પહેરાવી જે. પી. નડ્ડાને આવકાર્યા

આ પણ વાંચો-Rajendra Trivedi Surprise Visit : મહેસૂલપ્રધાને અચાનક ક્યાં કરી રેઇડ, શું જોવા મળ્યું અને કયા ઓફિસરને સસ્પેન્ડ કરી દીધાં જાણો

પાર્ટીને પહોંચી વળવું મુશ્કેલ છે -ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું હતું કે, સવાર સવારમાં આપણા રાષ્ટ્રીય અધ્યક્ષનું સ્વાગત કરવા એરપોર્ટ પર આટલી મોટી સંખ્યા લોકો આવ્યા તે જોઈને કહી શકાય કે, ભારતીય જનતા પાર્ટીને પહોંચી વળવું મુશ્કેલ છે.

Last Updated : Apr 29, 2022, 3:02 PM IST

ABOUT THE AUTHOR

...view details