ગુજરાત

gujarat

ETV Bharat / city

2023માં ફરી કોણ બનશે મુખ્યપ્રધાન? જીતુ વાઘાણીનું મુખ્યપ્રધાનને લઈને સૂચક નિવેદન - LD Engineering College

ગુજરાતની સૌથી જૂની શૈક્ષણિક સંસ્થાઓમાંની (Oldest Educational Institutions in Gujarat) એક LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ(LD College of Engineering) તેના 75 વર્ષ પૂરા થવા નિમિત્તે ડાયમંડ જ્યુબિલીની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી હાજર રહ્યા હતા.

જીતુ વાઘાણીનું મુખ્યપ્રધાનને લઈને સૂચક નિવેદન 2023માં ફરી કોણ બનશે મુખ્યપ્રધાન
જીતુ વાઘાણીનું મુખ્યપ્રધાનને લઈને સૂચક નિવેદન 2023માં ફરી કોણ બનશે મુખ્યપ્રધાન

By

Published : Jun 20, 2022, 8:22 PM IST

અમદાવાદ:મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટર(Convention Center of Gujarat University) ખાતે યોજાયેલા સમારંભમાં ભવ્ય સંસ્થાની યોજનાનુ અનાવરણ કર્યું હતું. એન્જિનિયરિંગના વિવિધ ક્ષેત્રોમાં ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડવાના હેતુથી વર્ષ 1948માં સંસ્થાની સ્થાપના થઇ હતી ત્યારથી તેણે અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે.

35 વર્ષ સુધીના યુવાનને બેચલર કે માસ્ટર્સના અભ્યાસ પછી પણ જો કોઈ આઈડિયા આવે તો તેને રાજ્ય સરકાર દ્વારા 2.5 લાક સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે.

આ પણ વાંચો:કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ સરકારની ગ્રાન્ટ લેવા માટે જ ખોલે છે: મનસુખ વસાવા

કોલેજોમાં બે નવી ફેકલ્ટી શરૂ કરાશે - આ કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, 2022ના વર્ષથી કોલેજોમાં બે નવી ફેકલ્ટી શરૂ કરાશે. રોબોટિક ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(Robotic Automation and Artificial Intelligence) અને મશીન લર્નિંગ નવી ફેકલ્ટી કાર્યરત થશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ઈજનેરી શાખામાં ઉચ્ચ શોધ સંશોધનને વેગ આપવા આ કોલેજની અદ્યતન લેબ માટેની અગાઉની રૂપિયા 10 કરોડની ગ્રાન્ટ પણ પુનર્જીવિત કરી આપવાનો નિર્ણય કર્યો છે.

LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ તેના 75 વર્ષ પૂરા થવા નિમિત્તે ડાયમંડ જ્યુબિલીની ઉજવણી કરી હતી.

આ પણ વાંચો:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સુધારા બિલ વિધાનસભામાં પાસ

જીતુ વાઘાણી સ્પીચ આપતી વખતે નિવેદન કર્યું હતું કે, અમે 2023માં ફરી આવીશું. ત્યારે 2023માં મુખ્ય પ્રધાનનો ચહેરો ભુપેન્દ્ર પટેલ જશે તેવું સૂચક નિવેદન(Suggestive Statement regarding the Chief Minister) આપ્યું હતું. આવનારા દિવસોમાં LD એન્જિનિયરિંગ કોલેજને(LD Engineering College) વધુ વિકાસ થાય તે માટે સરકાર પણ પ્રયાસ કરશે. આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને વધુમાં વધુ ફાયદો થશે. ગુજરાત સરકારે પેહલીવાર આઅનોખી જોગવાઈ કરતા જાહેરાત કરી છે કે 35 વર્ષ સુધીના યુવાનને બેચલર કે માસ્ટર્સના અભ્યાસ પછી પણ જો કોઈ આઈડિયા આવે તો તેને રાજ્ય સરકાર દ્વારા 2.5 લાક સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે. જેથી કરીને માઈન્ડ ટુ માર્કેટ સુધી આ ઇનોવેટિવ આઈડિયાને એ કે સારું માધ્યમ મળી શકે.

ABOUT THE AUTHOR

...view details