ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના રીપોર્ટ મુજબ ગુજરાતમાં કુલ ગ્રાહકોનો આંકડો ટૂંક સમયમાં એક વાર ફરી 7 કરોડને આંબી જશે. ઓક્ટોબર, 2019નાં અંત સુધીમાં ગુજરાત સર્કલમાં કુલ ગ્રાહકોની સંખ્યા 6.91 કરોડ હતી.
ગુજરાત સર્કલમાં કાર્યરત ચાર ટેલીકોમ કંપનીઓ – વોડાફોન આઇડિયા, જિઓ, એરટેલ અને બીએસએનએલમાં એકમાત્ર વોડાફોન આઇડિયાનાં ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. એની સરખામણીમાં અન્ય ત્રણ ઓપરેટરના ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો હતો.તેમાં સૌથી વધુ વધારો જિઓના ગ્રાહકોમાં થયો છે અને કંપનીના ગ્રાહકોમાં 4.23 લાખ યુઝરનો વધારો થયો છે. ત્યારબાદ બીએસએનએલના ગ્રાહકોમાં 5,203 અને એરટેલના ગ્રાહકોમાં 2,934નો વધારો થયો છે. ગુજરાતમાં વોડાફોન આઇડિયાના ગ્રાહકોમાં ઘટાડો ઓક્ટોબરમાં પણ જળવાઈ રહ્યો છે.
ગુજરાત સર્કલમાં જિઓએ ફરી વગાડ્યો ડંકો, 4.23 લાખ યુઝર્સ વધ્યાં ઓક્ટોબરમાં વોડાફોન આઇડિયાના મોબાઇલ યુઝરમાં 11,205નો ઘટાડો થયો હતો. જોકે ગુજરાત સર્કલમાં સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર તરીકે વોડાફોન આઇડિયાએ સ્થાન જાળવી રાખ્યું છે, જેનાં કુલ ગ્રાહકોની સંખ્યા 2.95 કરોડ છે. આ દ્રષ્ટિએ જિઓ 2.25 કરોડ ગ્રાહકો સાથે બીજા સ્થાને, 1.09 ગ્રાહકો સાથે એરટેલ ત્રીજા સ્થાને અને 60 લાખ ગ્રાહકો સાથે બીએસએનએલ ચોથા સ્થાને છે. આ રીતે ગુજરાત સર્કલમાં કુલ મોબાઇલ યુઝર્સની સંખ્યા 6.91 કરોડ છે.
ગુજરાત સર્કલમાં જિઓએ ફરી વગાડ્યો ડંકો, 4.23 લાખ યુઝર્સ વધ્યાં રાષ્ટ્રીયસ્તરે જોઈએ તો ઓક્ટોબરમાં જિઓના ગ્રાહકોમાં 91 લાખનો વધારો થયો છે. આ રીતે એક મહિનામાં 90 લાખથી વધારે ગ્રાહકોનો ઉમેરો કંપનીએ ત્રીજી વાર મેળવ્યો છે. કંપનીનાં ગ્રાહકોમાં અગાઉ જાન્યુઆરીમાં 93 લાખનો અને ફેબ્રુઆરીમાં 94 લાખનો વધારો થયો હતો. બીજી તરફ જિઓની હરીફ કંપની વોડાફોન આઇડિયા અને ભારતી એરટેલે ભારતમાં અનુક્રમે 189,901 અને 81,974 સબસ્ક્રાઇબર ગુમાવ્યાં હતાં.
ઉપરાંત ઓક્ટોબરમાં ભારતમાં ટેલીફોન ગ્રાહકોની સંખ્યા વધીને 120.48 કરોડ થઈ છે, જે સપ્ટેમ્બરમાં 119.52 કરોડ હતી, જે માસિક ધોરણે 0.80 ટકાનો વધારો દર્શાવે છે. શહેરી ટેલીફોન ગ્રાહકોની સંખ્યા સપ્ટેમ્બરનાં અંતે 67.79 કરોડ હતી, જે ઓક્ટોબરનાં અંતે વધીને 68.16 કરોડ થઈ છે. સાથેસાથે ગ્રામીણ ગ્રાહકોની સંખ્યા આ જ ગાળામાં 51.72 કરોડથી વધીને 52.31 કરોડ થઈ છે. આ રીતે ઓક્ટોબરમાં શહેરી અને ગ્રામીણ ગ્રાહકોની સંખ્યામાં અનુક્રમે 0.55 ટકા અને 1.14 ટકાની વૃદ્ધિ થઈ છે.