અમદાવાદશહેરના સોલા વિસ્તારમાં ધોળે દિવસે બનેલી લૂંટની ઘટનામાં ગણતરીની મિનિટોમાં લૂંટારાની પોલીસે ધરપકડ કરી છે. જ્વેલર્સના શો રૂમમાંથી દાગીના લઈને નીકળેલા બે સેલ્સમેનને આંતરીને બાઈક સવાર બે શખ્સોએ લાખો રૂપિયાના દાગીના ભરેલી બેગ લૂંટીને ફરાર થઈ ગયા હતાં. જોકે લૂંટારાઓ રફુચક્કર થાય તે પહેલા જ એલિસબ્રિજ વિસ્તારમાંથી પોલીસે ઝડપી ( Jewelery robber caught in Ellis Bridge Ahmedabad ) લૂંટનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. કોણ છે લૂંટારા અને શું છે સમગ્ર ઘટના જોઈએ આ અહેવાલમાં.
અમદાવાદ પોલીસ કંટ્રોલરુમમાં જાણ કરતાં નાકાબંધી કરી હતી સોલા વિસ્તારમાં વંદેમાતરમ નજીક લૂંટ કરીસોલા પોલીસની ગિરફતમાં દેખાતા આ આરોપીનું નામ છે સંદીપ ગારંગે. અમદાવાદના છારાનગર વિસ્તારનો રહેવાસી આ યુવક સોલા વિસ્તારમાં લૂંટને અંજામ આપીને ફરાર થઈ રહ્યો હતો. તે સમયે જ તેની એલિસબ્રિજ પોલીસે ધરપકડ કરી છે. સીજી રોડ ઉપર આવેલા વિશ્વા ગોલ્ડ નામની સોના ચાંદીના દાગીનાના શોરૂમમાંથી દાગીના લઈને સોલા વિસ્તારમાં વંદેમાતરમ નજીક અન્ય વેપારીને દાગીના બતાવવા માટે કલ્પેશ કંસારા અને વિમલ પટેલ નામના કર્મીઓ નીકળ્યા હતાં. જ્યાં ચાંદલોડિયા વિસ્તારમાં તેઓ ગલ્લા ઉપર ઉભા રહ્યાં તે સમયે જ બે શખ્સોએ લૂંટને અંજામ આપ્યો હતો.
અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરાઈપાન પાર્લર ઉપર ઉભેલા સેલ્સમેનને ધક્કો મારી નીચે પાડીને બે બાઈક સવારો 12 લાખ 33 હજારની કિંમતના સોના ચાંદીના દાગીના ભરેલી બેગ લઈને રફુચક્કર થઈ ગયા હતાં, જોકે ફરિયાદીએ તરત જ અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમ (Ahmedabad Police Control Room )ને જાણ કરતા પોલીસે અલગ અલગ જગ્યા ઉપર નાકાબંધી ગોઠવી હતી. એલિસબ્રિજ વિસ્તારમાં શંકાસ્પદ જણાતા બાઈક ચાલકને રોકીને તપાસ કરતાં તેણે જ આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી સંદીપ ગારંગે નામના એક આરોપીની એલિસબ્રિજ પોલીસે ધરપકડ ( Jewelery robber caught in Ellis Bridge Ahmedabad ) કરી લૂંટનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે અને આરોપીને સોલા પોલીસને સોંપતા સોલા પોલીસે પૂછપરછ શરૂ કરી છે.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ લૂંટની ઘટનામાં પકડાયેલા આરોપીની સાથે વિજય છારા નામનો એક આરોપી સામેલ હોઇ તેને પકડી પાડવા માટે સોલા પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડી છે. મહત્વનું છે કે આ ગુનામાં પકડાયેલો ( Jewelery robber caught in Ellis Bridge Ahmedabad ) આરોપી સંદીપ ગારંગે અગાઉ પણ નવરંગપુરામાં લૂંટ જેવા ગંભીર ગુનામાં શામેલ હતો. પોલીસે આરોપીનો ગુનાહિત ઇતિહાસ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી છે.