- ભણવાની કોઈ ઉંમર નથી તેને જયશ્રીબહેને સાર્થક કરી બતાવ્યું
- 70 વર્ષના જીવનકાળ દરમિયાન 21 વર્ષ અભ્યાસ પાછળ ખર્ચ્યા
- જયશ્રીબહેને 70 વર્ષે સંસ્કૃત વિષયમાં ગોલ્ડ મેડલ મેળવ્યો
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીનો 69માં પદવીદાન સમારોહમાં જયશ્રીબહેને જણાવ્યું કે, મારી ગ્રાન્ડ ડોટર ધોરણ-10માં અભ્યાસ કરે છે. અમે બંને અભ્યાસ માટે સાથે વાંચવા બેસતા હતા. મને અભ્યાસમાં નાનપણથી રુચિ છે. મારા 70 વર્ષના જીવનકાળ દરમિયાન 21 વર્ષ મેં અભ્યાસ પાછળ ખર્ચ્યા છે. 1973માં બી.એસ.સી. કર્યુ હતું. 33 વર્ષ શિક્ષક તરીકે જૉબ કરી અને છેલ્લે તેઓ કલોલની શાળામાં પ્રિન્સીપાલ તરીકે રિટાયર્ડ થયા હતા. 21 વર્ષના અભ્યાસ દરમિયાન તેઓએ કોમ્પ્યુટરના અને આંબેડકર યુનિવર્સિટીમાં ચાલતા કોર્સ પણ કર્યા છે.
આ પણ વાંંચો:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 109 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા
આઈ.એ.એસ. બનવાની ઈચ્છા: રાધી હિમાંશી