- અમદાવાદ-કેવડિયા વચ્ચે ચાલતી જનશતાબ્દી સ્પેશિયલ ટ્રેન રદ
- સમગ્ર દેશમાં 8 ટ્રેનને લીલીઝંડી દર્શાવીને પ્રારંભ કરાવ્યો હતો
- પ્રવાસીઓ ના મળતા ટ્રેન કરાઇ રદ
અમદાવાદ- પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ કેવડિયા વચ્ચે દર સોમવારે ચાલતી જન શતાબ્દી ટ્રેન નંબર 09249 અચોક્કસ મુદત માટે બંધ કરાઈ છે. પશ્ચિમ રેલવેની એક યાદી જણાવે છે કે, પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થવાના કારણે પ્રતિ સોમવારે આગળની સૂચના સુધી રદ કરાશે.
અમદાવાદ રેલવે સ્ટેશન પર ડે.સી.એમ નિતીન પટેલ ઉપસ્થિત હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 જાન્યુઆરી, 2021ના રોજ સમગ્ર દેશમાં 8 ટ્રેનને લીલીઝંડી દર્શાવીને પ્રારંભ કરાવ્યો હતો. તેમા અમદાવાદ-કેવડિયા વચ્ચેની આ ટ્રેનનો સમાવેશ થાય છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર ડેપ્યુટી સી.એમ નીતિન પટેલ દ્વારા લીલીઝંડી બતાવીને જનશતાબ્દી સ્પેશિયલ ટ્રેનને અમદાવાદથી કેવડિયા જવા રવાના કરવામાં આવી હતી. કેવડિયા કોલોનીમાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને એક ટુરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવવામાં આવ્યું છે, તેના ભાગરૂપે સી-પ્લેન, એસટી બસ અને રેલવે દ્વારા ટ્રેન દોડાવવાનો નિર્ણય લઈને રાતોરાત રેલવેના પાટા બિઝાવીને ખૂબ ઝડપથી કેવડિયા સુધી ટ્રેન શરૂ કરાઈ હતી.