આજથી આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા ફેઝ-2 નો પ્રારંભ - ahmedabad news
આમ આદમી પાર્ટી (Aam aadami party)એ કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનોના સાથે સંવેદના વ્યક્ત કરવા માટે જન સંવેદના મુલાકાતની શરૂઆત કરી છે. તેના પ્રથમ ચરણમાં 28 જૂનથી સોમનાથ મહાદેવના દર્શન કરીને શરૂ થયેલ જે સંવેદના યાત્રા 28 જુલાઇના રોજ બનાસકાંઠાના અંબાજી ખાતે પૂર્ણ થઈ હતી.
આજથી આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા ફેઝ -2 નો પ્રારંભ
By
Published : Aug 6, 2021, 11:19 AM IST
આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રાનો ઊંઝા ખાતેથી પ્રારંભ
ફેજ-2 ની યાત્રા ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી
16 સપ્ટેમ્બરે દાંડી ખાતે યાત્રા થશે પૂર્ણ
અમદાવાદ: આમ આદમી પાર્ટી (Aam aadami party)એ કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનોના સાથે સંવેદના વ્યક્ત કરવા માટે જન સંવેદના મુલાકાતની શરૂઆત કરી છે. તેનું પ્રથમ ચરણમાં 28 જૂનથી સોમનાથ મહાદેવના દર્શન કરીને શરૂ થયેલા જે સંવેદના યાત્રા 28 જુલાઇના રોજ બનાસકાંઠાના અંબાજી ખાતે પૂર્ણ થઈ હતી. જેનો લોકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો.
પાટીદારોના ધામથી યાત્રાની શરૂઆત
2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીકમાં છે. ત્યારે પાટીદારોએ આમ આદમી પાર્ટીના પક્ષે હોવાનો કેટલી વખત ઈશારા આપી દીધા છે. આ ઉપરાંત ગોપાલ ઇટાલીયા પણ આમ આદમી પાર્ટીમાં મહત્વની જવાબદારી નિભાવી રહ્યા છે. પાટીદારોના ગઢ સુરતમાં પણ આમ આદમી પાર્ટીએ સફળતા મેળવી છે. ત્યારે પાટીદારોના ધાર્મિક આસ્થાના સ્થળ એવા ઉમિયાધામથી આ યાત્રા શરૂ કરીને આમ આદમી પાર્ટીએ પોતાના રાજકીય હરિફોને આડકતરી ચેતવણી આપી દીધી છે.
અનેક શહેરો અને જિલ્લાઓમાંથી પસાર થશે યાત્રા
યાત્રાનો બીજો ફેઝ 06 ઓગસ્ટ એટલે કે આજથી ઊંઝા ખાતેના ઉમિયાધામથી શરૂ થશે અને 16 સપ્ટેમ્બરના રોજ ગાંધી દાંડી સ્મારક ખાતે પૂર્ણ થશે.
મહેસાણા
6 ,7 ઓગસ્ટ
વડોદરા
30, 31 ઓગસ્ટ
સાબરકાંઠા
8, 9 ઓગસ્ટ
છોટાઉદેપુર
1, 2 સપ્ટેમ્બર
અરવલ્લી
10, 11 ઓગસ્ટ
નર્મદા
3, 4 સપ્ટેમ્બર
ગાંધીનગર
12, 13 ઓગસ્ટ
ભરૃચ
5, 6 સપ્ટેમ્બર
અમદાવાદ
14,15,16 ઓગસ્ટ
સુરત
7,8, 9 સપ્ટેમ્બર
ખેડા
17,18 ઓગસ્ટ
તાપી
10, 11 સપ્ટેમ્બર
મહીસાગર
19, 20 ઓગસ્ટ
ડાંગ
12 સપ્ટેમ્બર
દાહોદ
24,25 ઓગસ્ટ
વલસાડ
13,14 સપ્ટેમ્બર
પંચમહાલ
26,27 ઓગસ્ટ
નવસારી
15, 16 સપ્ટેમ્બર
આણંદ
28, 29 ઓગસ્ટ
ઈશુદાનનું ગુજરાત ભ્રમણ
આ યાત્રા અનેક જિલ્લાઓ અને શહેરોમાંથી ફરશે. યાત્રાનો હેતુ રાજકીય સાથે આમ આદમી પાર્ટીમાં લોકોને જોડવા ઉપરાંત શિક્ષણ, ખેતી, રોજગાર, કોરોનામાં જાન ગુમાવનારા લોકોના પરિવારજનોને સહાયતા મળે તે માટે સરકાર સમક્ષ રજૂઆત વગેરે રહેશે. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ ઈશુદાન ગઢવી ખૂબ જ સક્રિય જણાઈ રહ્યા છે. પહેલા સૌરાષ્ટ્રની મુલાકાત બાદ હવે આ મુલાકાતથી ગુજરાતના મોટાભાગના વિસ્તારની તેઓ રૂબરૂ મુલાકાત પૂર્ણ કરશે. ઉલ્લેખનીય છે કે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે પણ નિમણૂંક થયા બાદ સમગ્ર ગુજરાતની મુલાકાત કરી હતી.
આજથી આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા ફેઝ -2 નો પ્રારંભ