- સાબરમતી નદીના તટે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઇ
- જળયાત્રામાં નીતિન પટેલ અને પ્રદિપસિંહ જાડેજા રહ્યા હાજર
- નદીએથી લાવેલા જળથી ભગવાન જગન્નાથનો અભિષેક કરાયો
અમદાવાદ: શહેરમાં પ્રતિવર્ષ યોજાતી જગવિખ્યાત રથયાત્રા ( 144th Jagannath Rathyatra ) પૂર્વે આજે ગુરૂવારના રોજ સાબરમતી નદીના તટેથી ભગવાન જગન્નાથની જળયાત્રા ( Jal Yatra 2021 ) યોજાઇ હતી. આ જળયાત્રામાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ( DyCM Nitin Patel ) અને ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા ( Home Minister Pradipsinh Jadeja )ઉપસ્થિત રહ્યા હતા. તેઓ સાબરમતી નદીમાંથી લવાયેલા કળશથી સોડષોપચાર પૂજન વિધિ કરીને ભગવાન જગન્નાથજીને જળાભિષેકમા સહભાગી થયા હતા.
ભગવાન જગન્નાથની જળયાત્રા સંપન્ન આ પણ વાંચો:જગન્નાથ મંદિરમાં કોવિડ વેક્સિનેશન અને ટેલિમેડીસીનનો DyCM નીતિન પટેલે કર્યો પ્રારંભ
કોવિડ ગાઇડલાઇનનું થયું પાલન ?
રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રા નાગરિકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે. કોરોનાકાળ વચ્ચે કોરોનાના તમામ દિશાનિર્દેશોનું આંશિક પાલન કરીને જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. મંદિરમાં પણ અનેક ભક્તો દર્શને આવ્યા હતા.
શું કહ્યું નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ?
આ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે, છેલ્લા અનેક વર્ષોથી ગુજરાતમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા એ અમદાવાદ કે ગુજરાત જ નહી, પરંતુ દેશ આખા માટે આસ્થાનું પ્રતિક છે. ત્યારે, શાંતિ-સલામતિ-સુરક્ષામય વાતાવરણમાં રથયાત્રા સંપન્ન થાય એ રાજ્ય સરકારની અગ્રીમતા છે. આ સાથે તેમણે કોરોના કાબુમાં રહેશે તો રથયાત્રા કાઢવા સંકેત આપ્યા હતા.
ભગવાન જગન્નાથની જળયાત્રા સંપન્ન આ પણ વાંચો:અમદાવાદમાં જગન્નાથની રથયાત્રા પુર્વે જળયાત્રા નિહાળો
મંત્રોચ્ચાર સાથે ભગવાનનો જળાભિષેક કરાયો
નીતિન પટેલે કહ્યું હતું કે, કોમી એખલાસ અને શાંતિપૂર્ણ ધાર્મિક વાતાવરણમાં સદભાવથી આ રથયાત્રા સંપન્ન થાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. ગુજરાત જ નહી પરંતુ દેશ આખાની આસ્થાના કેન્દ્ર સમી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે લોકોત્સવ બન્યો છે. આજે ગુરૂવારે સાબરમતી નદીમાંથી જળ ભરીને જળયાત્રાની ધાર્મિક વિધી કરવામાં આવી જેનો અમને અનેરો આનંદ છે. મંત્રોચ્ચાર દ્વારા જળાભિષેક કરીને ભગવાન જગન્નાથનું કરાયેલા પૂજને શહેરના વાતારણમાં સકારાત્મકતાનો સંદેશ અને તેની સોડમ પ્રસરાવી છે.
કોરોનાની સ્થિતિને ધ્યાને રાખી કઢાશે રથયાત્રા
નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને નાગરિકોની સુરક્ષા અને સલામતી જ રાજ્ય સરકારની અગ્રમિતા છે. તેમ જણાવી નાયબ મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, આ વર્ષે કોરોનાની તમામ ગાઇડલાઇનનું પાલન કરીને કોરોનાની સ્થિતનો તાગ મેળવી જનસુરક્ષાને ધ્યાનમાં રાખીને જ રથયાત્રાના આયોજનનો નિર્ણય હાથ ધરવામાં આવશે.