ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતમાં 3 વખત CM બદલ્યા છતાં પરિસ્થિતિ ત્યાં ને ત્યાં જ છે, કૉંગ્રેસના આક્ષેપ - Congress Manifesto

કૉંગ્રેસના પૂર્વ સાંસદ જે. પી. અગ્રવાલે ભાજપ (jai prakash agarwal congress on BJP Gujarat) પર આકરા પ્રહાર કર્યા હતા. સાથે જ તેમણે ગુજરાતમાં ત્રણ વખત મુખ્યપ્રધાન ( BJP Gujarat) બદલાયા છતાં પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો ન હોવાનો આક્ષેપ કર્યો હતો.

ગુજરાતમાં 3 વખત CM બદલ્યા છતાં પરિસ્થિતિ ત્યાં ને ત્યાં જ છે, કૉંગ્રેસના આક્ષેપ
ગુજરાતમાં 3 વખત CM બદલ્યા છતાં પરિસ્થિતિ ત્યાં ને ત્યાં જ છે, કૉંગ્રેસના આક્ષેપ

By

Published : Oct 17, 2022, 9:54 AM IST

અમદાવાદગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ એક રાજકીય પાર્ટી બીજી રાજકીય પાર્ટી પર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે કૉંગ્રેસ દ્વારા ભાજપ સરકારની (jai prakash agarwal congress on BJP Gujarat) કામગીરીને લઈને (BJP Gujarat) પ્રહાર કર્યા હતા. તેમણે ગુજરાતમાં બેરોજગારી, ગુજરાતના દેવા અંગે ભાજપને આડેહાથ લીધી હતી.

બેરોજગારી 40 લાખને પારપૂર્વ સાંસદ જે.પી.અગ્રવાલે (jai prakash agarwal congress) ભાજપ (BJP Gujarat) પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં ત્રણ-ત્રણ મુખ્યપ્રધાન બદલાયા તેમ છતાં ગુજરાતની હાલત બદલી નથી. બીજી બાજુ દિલ્હીમાં કૉંગ્રેસના (jai prakash agarwal congress) 15 વર્ષ સુધી એક જ મુખ્યપ્રધાન હતા. ત્યારે તેની હાલત ઘણી સારી છે. તે જોવા મળી આવે છે, પરંતુ ગુજરાતમાં તે હાલત ખૂબ જ ખરાબ છે. ગુજરાત પર વર્ષ 2001પહેલા 9,000 કરોડની લોન હતી. ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન પર આવ્યા પછી આજે આ લોન 3 લાખ 26 હજાર કરોડની થઈ છે. આ સરકાર કેવી રીતે ચલાવી રહ્યા છે. તે જ ખબર નથી પડતી. ગુજરાતમાં શિક્ષિત બેરોજગાર પહેલા 1 લાખ સુધી હતી. ત્યારે આજે શિક્ષિત બેરોજગાર 40 લાખ સુધી પહોંચી ગઈ છે.

બેરોજગારી 40 લાખને પાર

ભાજપના પ્રદેશ અધ્યક્ષ પર 100 જેટલા કેસતેમણે ઉમેર્યું હતું કે, આજે ભૂખમારાના કારણે આપણે ખૂબ જ નીચે ગયા છીએ. તો પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા જેવા દેશોથી પમ આપણે પાછળ છીએ. બેરોજગારી વધવાના કારણે ભૂખમારીમાં વધારો થયો છે. ગુજરાતમાં પણ સરકારી ભરતીમાં પેપર લીક થાય છે. એક પણ અધિકારી પકડવામાં આવતા નથી. છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો, અહીં 22થી વધુ પેપરો લીક થયા છે. જ્યારે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષનું ખૂબ જ મોટું નામ હોય છે, પરંતુ ગુજરાતના ભાજપના પ્રદેશ અધ્યક્ષ (BJP Gujarat) પર 100થી વધુ કેસ દાખલ છે.

દરેક સમાજ નારાજ છેગુજરાતમાં 6,000 જેટલી સ્કૂલ બંધ થઈ છે, જેથી સાબિત થાય છે કે, સરકાર સરકારી સ્કૂલો બંધ કરીને ખાનગીકરણ કરવા જઈ રહી છે. સરકાર શિક્ષણ આપવાથી ભાગી રહી છે. સરકારી સ્કૂલ એવી જગ્યા છે, જ્યાં ગરીબ બાળક પણ સારું શિક્ષણ મેળવી શકે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી આ શિક્ષણ આપવા તૈયાર નથી તેવું લાગી રહ્યું છે. આજે સરકાર સામે ડોક્ટરો હોય, શિક્ષકો હોય, ખેડૂતો હોય કે અન્ય સમાજના લોકો આંદોલન કરી રહ્યા છે. જાતે સાબિત થાય છે કે, સમાજના દરેક વર્ગ સરકારથી નારાજ છે.

ગરીબના મોમાંથી કોળિયો છીનવ્યોકૉંગ્રેસ મેનિફેસ્ટોના (Congress Manifesto) ચેરમેન દિપક બાબરીયાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપે (BJP Gujarat) એક ગરીબના મુખમાંથી કોળિયો છીનવાનું કામ કર્યું છે. આજે દૂધ, દહીં, છાશ, ઘઉંના લોટ જેવા ખોરાક ભારત સરકારે GST લગાવી દીધો છે. તેમને ચેલેન્જ આપતા કહ્યું હતું કે, આ દૂધ, દહીં,જેવા ખાદ્યપદાર્થ પર જે ટેક્સ લગાવવામાં આવ્યો છે. તેની પર ટેક્સ હટાવવામાં આવે અને જો આ ટેક્સ નહીં હટાવવામાં આવે તો કૉંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન (jai prakash agarwal congress ) કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details