- ગુજરાતમાં પેપરલીક કાંડ ચાલી રહ્યો છે - કોંગ્રેસ
- 2014થી અનેક પરીક્ષાના પેપરો થયા છે લીક
- ગુજરાતમાં લોકો ઉછીના પૈસા લઈ તૈયારીઓ કરતા હોય છે - કોંગ્રેસ
અમદાવાદઃગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે(Gujarat Congress President Jagdish Thakor) જણાવ્યું કે પેપર લીક થયું છે. તેની સંપૂર્ણ માહિતી ગત રાત્રે ટીવી મીડિયાના માધ્યમથી જાણવા મળી હતી. ત્યારે સવાલ એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે ટીવી મીડિયામાં પેપર લીક અંગેની માહિતી આપનાર વ્યક્તિને આજ સાંજ સુધી સરકાર જેલમાં (Jagdish Thakor statement) તો નહીં નાખી દેને. ત્યારે હવે હેડ ક્લાર્કનું પેપર લીક (Exam Paper Leak In Gujarat) થયું છે. તેમાં અનેક વિદ્યાર્થીઓ પરીક્ષામાં જોડાયા હતા બે વર્ષ પહેલાંની આ જાહેરાત હતી.
પેપર 2014થી લીક થઇ રહ્યા છે: જગદીશ ઠાકોર
જગદીશ ઠાકોરે વધુ જણાવ્યું કે (Jagdish Thakor statement) આ આંકડો જો 2014 બાદ કોઇપણ પરીક્ષાનો છે તેમાં પેપર લીક થયા છે ત્યારે 2014 પહેલા 25 લાખ જેટલી અરજીઓ એક એક પરીક્ષાઓમાં સબમીટ થતી હતી. ત્યારે અત્યારે દસ લાખે કેમ આવી ગયું છે. ગુજરાતના બેરોજગાર યુવાનોને ભાજપ સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. હું ગમે તેટલી મહેનત કરીશ ગમે તેટલી પરિશ્રમ કરીશ ગમે તેટલો ઉધાર દેવું કરીશ, ઉછીના પૈસા લઈને મહેનત કરીશ પરંતુ હવે લાગવગવાળાને જ નોકરી મળવાની છે તેવું નિશ્ચિત કરી બેઠા છે. ગુજરાત સરકારમાં પેપર 2014થી લીક થઇ રહ્યા છે. એક પણ કર્મચારી પર પેપર લીક (Exam Paper Leak In Gujarat) થયું હોય અને તે અંગે ફરિયાદ થઈ અને તેને જેલમાં ધકેલવામાં આવ્યો હોય તેવો એક પણ કિસ્સો ગુજરાતમાં નથી.
જગદીશ ઠાકોરે સરકાર પર આકરા શબ્દ પ્રહાર કર્યા ક્યારે ક્યારે પેપર લીક થયા તે અંગે કોંગ્રેસે લગાવ્યાં આક્ષેપો (01) - 2014માં GPSC ચીફ ઓફિસરનું પેપર થયું હતું લીક (02) - 2015માં તારીખ - 15/02/2015 તલાટીનું પેપર થયું હતું લીક (03) - 2016માં જિલ્લા પંચાયત દ્વારા લેવાયેલી તલાટીની પરીક્ષાનું પેપર થયું હતું લીક જેમાં ગાંધીનગર, મોડાસા, સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂટ્યું હતું પેપર (04) - 2018માં તારીખ 29/07/2018 TAT શિક્ષક પેપર થયું હતું લીક (05) - 2018માં તારીખ 23/11/2018 મુખ્ય સેવિકા પેપર થયું હતું લીક (06) - 2018માં તારીખ 23/11/2018 નાયબ ચિટનિસનું પેપર થયું હતું લીક (07) - 2018માં તારીખ 02/12/2018 LRD લોકરક્ષક દળનું પેપર થયું હતું લીક (08) - 2019માં તારીખ 17/11/2021 બિન સચિવાલય કારકુનની પરીક્ષાનું પેપર થયું લીક (09) - 2021માં તારીખ 19/12/2021 હેડ ક્લાર્કનું પેપર થયું લીક
દારૂ અને ડ્રગ્સની માહિતી આપનારને પણ જેલમાં ધકેલવામાં આવી રહ્યા છે - કોંગ્રેસગુજરાતમાં ડ્રગ્સ અને દારૂની માહિતી આપે તેને પણ જેલમાં પૂરી દેવામાં આવે છે. એટલે પેપર લીક આ અંગેની માહિતી આપે ત્યારે તેને પણ જેલમાં જવાનું આવે છે. દારૂ અને ડ્રગ્સ અંગેની માહિતી પોલીસ તંત્રને આપવામાં આવે તો તેને પણ જેલમાં ધકેલવામાં આવી રહ્યો છે. સેક્સ વેચાઈ રહ્યું છે તેની માહિતી ક્રાઈમ બ્રાન્ચને આપવામાં આવે તો માહિતી આપનારને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી લેવામાં આવે છે. આ તમામ પ્રવૃત્તિ ખુલ્લેઆમ ચાલુ રહે અને તેના માટે થઈને જ સરકાર આડકતરી રીતે તમામ લોકોને છાવરી રહી છે.
આ પણ વાંચોઃ Exam Paper Leak In Gujarat: ગૌણ સેવા હેડ ક્લાર્ક પેપર લીક મુદ્દે અસિત વોરા કરશે મહત્વની જાહેરાત
આ પણ વાંચોઃ Exam Paper Leak In Gujarat: RSSના લોકોને નોકરી અપાવવાનો પ્રયત્ન છે પેપર લીક, વિપક્ષના નેતા સુખરામ રાઠવાના BJP પર પ્રહાર