અમદાવાદ- ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નો માહોલ સમય પહેલાં જ જામી ચૂક્યો છે. રાજકીય પક્ષો અને નેતાઓની ચહેલપહેલ એવી તેજ બની છે કે ચોમાસાના સુસ્ત વાતાવરણમાં પણ નિવેદનબાજીઓની ગરમાહટ વ્યાપી ગઇ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ફાયરબ્રાન્ડ પ્રમુખ જગદીશ ઠાકોરે (Gujarat Congress President Jagdish Thakor )બે દિવસ પહેલાં અમદાવાદના લો ગાર્ડનમાં એક ખાનગી હોલમાં લઘુમતી કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ દ્વારા યોજાયેલા સન્માન સમારોહમાં હાજરી આપી હતી. જ્યાં ઠાકોરે લઘુમતીઓનો દેશ પર વિશેષ હક હોવાનું કહેવા (Jagdish Thakor Minority Controversy) સાથે કહ્યું હતું કે કોંગ્રેસે હંમેશા લઘુમતીઓને ટેકો આપ્યો છે અને તેની વિચારધારા ક્યારેય બદલી નથી, પછી ભલે તે સત્તા પર હોય કે ન હોય.
વીએચપીની ઉગ્ર પ્રતિક્રિયા -જગદીશ ઠાકોરના નિવેદનેે વિશ્વ હિન્દુ પરિષદની બજરંગ દળની ઉગ્ર પ્રતિક્રિયા (VHP Protest at GPCC ) જન્માવી હતી વીએચપી-વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ વહેલી સવારે અમદાવાદમાં પાલડી સ્થિતિ જીપીસીસી -રાજીવ ગાંઘી ભવન મુખ્યાલયની બહારની દીવાલો પર તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો જ્યાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સહિતના ઉચ્ચ નેતાઓના પોસ્ટરો લગાવેલાં છે તેના પર કાળો સ્પ્રે ફેરવી દીધો હતો. આટલેથી ન અટકતાં પાર્ટી કાર્યાલયનું નામ બદલીને 'હજ હાઉસ' લખી નાંખ્યું હતું. બજરંગ દળના કાર્યકરોએ દિવંગત પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર હજ હાઉસના સ્ટીકરો પણ ચોંટાડ્યા હતાં. વહેલી સવારે કોગ્રેસના સોનિયા ગાંધી ,જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા,રઘુ શર્મા ફોટો પર કાળો સ્પ્રે લગાવીને ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.જેમાં ગુજરાત કૉંગ્રેસ સમિતિ ઓફિસ બહાર દીવાલ પર ગુજરાત કૉંગ્રેસ સમિતિ નહીં પણ હજ હાઉસ લખવામાં આવ્યું હતું.
વિરોધનું કારણ દર્શાવતી વીએચપી-પોતાના આવા કાર્ય વિશે વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે "ગુજરાત કોંગ્રેસના પ્રમુખે કહ્યું હતું કે દેશના સંસાધનો પર લઘુમતીઓનો પહેલો દાવો છે. આ પક્ષ એક તરફ બિનસાંપ્રદાયિકતા અને સમાનતાની વાત કરે છે અને પછી મત માટે તુષ્ટિકરણની રાજનીતિ કરે છે. અમે આ ધર્મ કેન્દ્રિત રાજકારણની વિરુદ્ધ છીએ કારણ કે તેનાથી વિભાજન થાય છે સમાજમાં. આ દેશ તમામ 135 કરોડ નાગરિકોનો છે," કોંગ્રેસ કેટલાક સમુદાયનું તુષ્ટિકરણ કરે છે તેની સામે અમારી લાગણી દુભાઇ છે. તેથી કોંગ્રેસના અધ્યક્ષની ટિપ્પણીનો વિરોધ (VHP Protest at GPCC ) દર્શાવ્યો છે. વિડીયોમાં જોઇ શકાય છે કે તેઓ કોંગ્રેસ કાર્યાલયની દીવાલો પર સ્પ્રે કરીને "હજ હાઉસ" લખે છે અને નેતાઓના બેનરો પરના ફોટાનો તિરસ્કાર કરી રહ્યાં છે.બજરંગ દળના કાર્યકર્તાઓના જૂથે આજે વહેલી સવારે જીપીસીસીની અંદર અને બહાર પોસ્ટરો ચોંટાડીને મુખ્યાલયનું નામ બદલીને 'હજ હાઉસ' પણ લખ્યું હતું. મુખ્ય દરવાજો બંધ હોવાથી તેઓએ દરવાજા પર પણ પોસ્ટર ચોંટાડ્યા હતાં..