અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર 2022 (gujarat assembly election 2022)માં આવી રહી છે. ફેબ્રુઆરી-2022માં 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે. તેની સાથે ગુજરાતમાં પણ ચૂંટણી આવી જશે. જો કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ (gujarat congress president) જગદીશ ઠાકોરેકહ્યું (Jagdish Thakor Interview) હતું કે, કાલે ચૂંટણી આવે તો પણ કોંગ્રેસ કચકચાવીને ચૂંટણી લડવા તૈયાર છે. અમારી સ્ટ્રેટેજી (congress strategy for 2022 assembly election) તૈયાર છે અને કોંગ્રેસનો એકપણ કાર્યકર ઘરમાં નહી, અમે સીનીયર નેતાઓ સાથે સરકારની નીતિઓ સામે રોડ પર આવી જઈશું.
જગદીશ ઠાકોર સાથે રૂબરૂ
પ્રશ્ન-1: પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખપદની ખુરશી સંભાળ્યા પછી પ્રથમ કયા કામને પ્રાથમિકતા આપી છે?
જવાબ - સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સામે સૌથી મહત્વનો પ્રશ્ન છે કોવિડમાં જે લોકો મૃત્યુ (covid death in india) પામ્યા છે, કોવિડ દર્દીઓની સારવાર કરનાર કોવિડ પોઝિટિવ થયા અને મૃત્યુ પામ્યા તેમના વારસદારોને નોકરી આપવાની વાત છે. કોવિડના દર્દીઓને સારવાર દરમિયાન હોસ્પિટલમાંથી ખૂબ મોટા બિલ આવ્યા છે. તેમને સરકાર તરફથી રાહત મળે તે વાત છે. કોરોનાની મહામારી (corona pandemic in india)એ કુદરતી નહોતી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની બેદરકારીને કારણે આટલો મોટો રોગ ફેલાયો હતો. તેની સામે અમારુ તહોમનામુ છે. તેની તટસ્થ તપાસ થાય. આવી બેદરકારી ભવિષ્યમાં કોઈ સરકાર ન રાખે એવો દાખલો બેસાડે તેવા મહત્વના મદ્દા છે. પેપરો રોજ (government exam paper leak in gujarat) ફૂટે છે. બેરોજગારો લાખોની સંખ્યામાં ફોર્મ ભરે છે. તેઓ પરીક્ષાની તૈયારી કરે છે અને પછી પરીક્ષાના પેપર ફૂટે છે. આ કાંઈ એક વખત નથી બન્યું. આવા તો 7-8 પેપરો ફૂટયા છે અને એકેય વખત પેપર ફોડનારને દાખલો બેસે તેવી સજા થઈ નથી. બરાબર તપાસ થઈ નથી. બેરોજગારોનો મુદ્દો છે. ખેડૂતોનો મુદ્દો છે. મહિલાઓ પર થતાં અત્યાચારનો મુદ્દો છે. કાપડ બજાર હોય કે અન્ય બજારો હોય તેમાં GSTના નામે પૈસા ઉઘરાવાય છે. વેપારમાં ત્રીજો ભાગીદાર હોય તેવી રીતે તોડ થાય છે. આવા અસંખ્ય મુદાઓને લઈને આવતા દિવસોમાં કોંગ્રેસ રોડ પર રહેશે. સરકારનો જવાબ માંગશે. એક વિપક્ષ તરીકેની અમારી ફરજ અને જવાબદારી બને છે. એ જવાબદારી પ્રમાણે અમે કામ કરીશું.
પ્રશ્ન-2: વિધાનસભાની 2022માં ચૂંટણી આવી રહી છે, આપના નેતૃત્વમાં કોંગ્રેસ કઈ સ્ટ્રેટેજી સાથે આગળ વધશે?
જવાબ- મેં આપને જણાવ્યું ને કે 2 મુદ્દા છે એક આંદોલનનો… સરકારની નીતિથી પ્રજાને જે મુશ્કેલીઓ પડી રહી છે, તે પ્રશ્નોને ઉજાગર કરવાનું છે. બીજુ અમારે સંગઠનના માળખાને મજબૂત કરવાનું છે અને જ્યાં સંગઠનમાં જગ્યા ખાલી છે, ત્યાં નિમણૂંક આપવાની છે. અમારા સિનિયર નેતાઓ સાથે બેસીને તેઓ શું સુચન કરે છે, તેના કરતાં તે પોતે શું જવાબદારી લે છે? સારી વાત એ છે કે સિનિયર નેતાઓ સામેથી કહી રહ્યા છે કે હું આ કામ કરીશ. કામની વહેંચણી થઈ રહી છે. સંગઠનના ઢાંચાની ઠીક કરી રહ્યા છીએ. યુથ કોંગ્રેસ, NSUI, મહિલા વિંગ, સેવા દળ, લોયર્સ અને ડોક્ટર ટીમ ઊભી કરી છે. આગામી સમયમાં સરકારને અમે કોર્ટમાં પણ ઘેરીશું. અમારા કાર્યકરો પર ખોટા કેસ કરાયા છે. માનવ અધિકારોના હનન થાય છે. ગ્રુપ મીટિંગો, વન ટુ વન, ચર્ચાના મુદાઓને લઈને આગળ વધી રહી છે.
પ્રશ્ન-3: કોંગ્રેસમાં અનેક સિનિયર નેતાઓ છે, જૂથવાદ અને આંતરિક વિખવાદ વચ્ચે આપ તમામને સાથે લઈને કેવી રીતે ચાલશો?
જવાબ- ખુબ સરસ સવાલ કર્યો આપે… તેના માટે હું 2 જ ઉદાહરણ આપીશ. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ CM વિજય રૂપાણી સાહેબના મંત્રીમંડળને ડ્રોપ કર્યા અને ભૂપેન્દ્રભાઈના મંત્રીમંડળમાં લીધા. એક સરકારને કાઢી અને બીજી સરકારને બેસાડી, આ 2 ગ્રુપ થયા… હવે તમે કયારેય કોઈપણ કાર્યક્રમમાં બન્ને જૂથના પ્રધાનોને સાથે જોયા ખરા. મારા પદગ્રહણ વખતે જોયું હશે મારી સાથે કોંગ્રેસનું આખુંય નેતૃત્વ હતું. ગઈકાલે સુખરામભાઈ પદગ્રહણ વખતે તમે જોયું હશે. આખુંય કોંગ્રેસનું નેતૃત્વ સાથે છે. ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ મુદ્દા નથી, એ ગપગોળા કરે છે, કોંગ્રેસમાં એકતા નથી, જૂથવાદ (groupism in congress) છે. ત્યાં ભાઉ સાહેબનો જૂથવાદ, ભૂપેન્દ્રભાઈની જવાબદારી... વિજયભાઈ સુરત જાય છે, તો ભાઉ સાહેબ રાજકોટ જાય છે. ક્યાંક તો ભેગા થાવ, ક્યાંક તો બેસો, એ ક્યાંય ભેગા થતા નથી. અમે ભેગા થઈને પાર્ટીનું કામ કરીએ છીએ.
પ્રશ્ન-4: જ્ઞાતિવાદી સમીકરણ આજના આધુનિક જમાનામાં પીછો છોડતું નથી. ચૂંટણી આવે એટલે જ્ઞાતીવાદી સમીકરણને જોડીને ટિકિટોની ફાળવણી કરાય છે. આ અંગે આપના શું વિચારો છે?
જવાબ- 40 વર્ષથી પક્ષમાં છું. એકદમ જીરો ગ્રાઉન્ડથી માંડીને પક્ષ પ્રમુખપદ સુધી આવ્યો છું. 40 વર્ષમા નાના-મોટા સંગઠનોની જવાબદારી સંભાળી છે. સમગ્ર પરિસ્થિતિથી હું વાકેફ છું. મને સૌથી વધુ આનંદ મારી ટીમ પર છે અને મારા કોંગ્રેસના આગેવાનો પર છે. કોઈપણ ગામનું ફળિયું એવું નથી કે જ્યાં કોંગ્રેસના કાર્યકર ન હોય. મારી જવાબદારી બધાને ભેગા કરવાની છે. સ્વેચ્છાએ કામની વહેંચણી થાય અને પછી અમે ઈલેક્શનના મોડ પર આવીએ, ત્યારે કોંગ્રેસનો આખો પરિવાર ટિકિટની વહેંચણીમાં અને તે પછી ચૂંટણી લડે છે. આ રણનીતિમાં અમે અભ્યાસપૂર્વક આગળ વધીએ છે. અને ચૂંટણી આ રીતે લડીશું.
પ્રશ્ન-5: અત્યાર સુધી ગુજરાતમાં 2 જ વિકલ્પ હતા, પણ હવે ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી અને MIM પણ છે. તો આ બન્ને પક્ષ સામે ટક્કર કેવી રીતે આપશો?
જવાબ- આ પહેલીવાર નથી આવ્યું, શંકરસિંહ વાઘેલા રાજપા લઈને આવ્યા હતા, કેશુભાઈ પટેલ GPP લઈને આવ્યા હતા. અને BSPના ઉમેદવાર પણ અમારી સામે લડ્યા હતા. NCPના ઉમેદવાર પણ અમારી સામે લડ્યા હતા. એટલે ભૂતકાળનો અમને અનુભવ છે. અને જે કાંઈ નફો નુકસાન થયું હતું, તેની ગણતરી કરીને 2022માં અમને લાભ થાય તે રીતે આગળ વધીશું.
પ્રશ્ન-6: કોંગ્રેસની બેઠક પર ચૂંટણી જીતે અને પછી ભાજપમાં જવાનો ટ્રેન્ડ છે, તેને રોકવા કેવા પગલા લેશો?