અમદાવાદદેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ (jagdeep dhankhar vice president) ગુજરાત પ્રવાસ અંતર્ગત આજે સાબરમતી ગાંધી આશ્રમની (gandhi ashram ahmedabad) મુલાકાત લેશે. તેમની મુલાકાતના (jagdeep dhankhar vice president gandhi ashram) કારણે આજે સુભાષબ્રિજથી વાડજ સર્કલ સુધીનો રસ્તો સવારે 9 વાગ્યાથી તેમની મુલાકાતના કાર્યક્રમ દરમિયાન બંધ રહેશે. એટલે કે વાહનચાલકોએ આશ્રમ રોડ તરફ જવા રાણીપ પ્રબોદ રાવળ સર્કલથી વાડજ સર્કલ જવું પડશે.
ઉપરાષ્ટ્રપતિ આજે ગાંધી આશ્રમની મુલાકાત લેશે, સુભાષબ્રિજથી વાડજ સર્કલ સુધીનો રસ્તો રહેશે બંધ - National Games Closing Ceremony
દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ (jagdeep dhankhar vice president ) અત્યારે ગુજરાત પ્રવાસે છે. ત્યારે હવે આજે તેઓ સાબરમતી ગાંધી આશ્રમની (vice president visit gandhi ashram) મુલાકાતે આવશે. આ પહેલા તેમણે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની (Statue of Unity) મુલાકાત લીધી હતી.
![ઉપરાષ્ટ્રપતિ આજે ગાંધી આશ્રમની મુલાકાત લેશે, સુભાષબ્રિજથી વાડજ સર્કલ સુધીનો રસ્તો રહેશે બંધ ઉપરાષ્ટ્રપતિ આજે ગાંધી આશ્રમની મુલાકાત લેશે, સુભાષબ્રિજથી વાડજ સર્કલ સુધીનો રસ્તો રહેશે બંધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16640478-thumbnail-3x2-vp.jpg)
ઉપરાષ્ટ્રપતિએ લીધી SOUની મુલાકાત આ પહેલા ઉપરાષ્ટ્રપતિએ ગુરૂવારે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યૂ ઑફ યુનિટીની (Statue of Unity) મુલાકાત લીધી હતી. અહીં તેમણે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અહીં તેમની સાથે તેમના પત્ની ડો. સુદેશ ધનખડ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિએ વધાર્યો ખેલાડીનો ઉત્સાહ ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે ઉપરાષ્ટ્રપતિ રાજ્યમાં (jagdeep dhankhar vice president) સૌપ્રથમ યોજાયેલી 36મી નેશનલ ગેમ્સના સમાપન સમારોહમાં ઉપસ્થિત (National Games Closing Ceremony) રહ્યા હતા. અહીં તેમણે ખેલાડીઓને ટ્રોફી પણ એનાયત કરી હતી. સાથે જ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.