ગુજરાત

gujarat

ETV Bharat / city

જગતનો નાથ સજ્જડ પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળશે નગરચર્યા કરવા

અમદાવાદ શહેરમાં પોલીસે રથયાત્રાના દિવસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. 23 હજાર પોલીસના બંદોબસ્ત વચ્ચે સમગ્ર રુટ પર જગતના નાથ જગન્નાથજીની નગરચર્યએ નીકળશે. શહેર પોલીસે બે અલગ અલગ જાહેરનામા પ્રસિદ્ધ કરી રથયાત્રા માટે મર્યાદિત સમય સુધીની હાલ મંજૂરી આપવામાં આવી છે.

rathyarta
જગતનો નાથ સજ્જડ પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળશે નગરચર્યા કરવા

By

Published : Jul 9, 2021, 8:03 AM IST

  • અમદાવાદ શહેરમાં રથયાત્રાને લઈ શહેર પોલીસ રાખશે ચાંપતો બંદોબસ્ત
  • 23 હજાર જેટલા પોલીસકર્મીઓ રહેશે રુટ પર તૈનાત
  • કોરોનાની ગાઈડલાઈનનું કરાવવામાં આવશે ચુસ્ત પાલન

અમદાવાદ: શહેરમાં વર્ષોથી પારંપરિક યોજાનારી રથયાત્રાને લઈને સરકારે મંજૂરી આપી છે. શહેરમાં રથયાત્રાને લઇ પોલીસ ચાંપતો બંદોબસ્ત ગોઠવી રહી છે. જેને લઈ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ પ્રેસ કોન્ફરન્સ કરી પત્રકારોને રથયાત્રા અંગે માહિતી પૂરી પાડી હતી. તેમણે જણાવ્યું હતું કે રથયાત્રાના સમગ્ર રૂટ પર કરફ્યું લાદવામાં આવશે, પોલીસ બંદોબસ્ત બેરિકેડિંગ તથા કોરોનાની ગાઈડલાઈન સહિત તમામ વિગતો આપી હતી, સાથે જ રથની નજીક કોઈને પણ જવા દેવામાં આવશે નહીં. સમગ્ર રૂટ પર તમામ પોળોમાં અને ગલીઓમાં બેરિકેડિંગ લગાડવામાં આવશે તથા સમગ્ર રૂટ દરમિયાન પોલીસની ચાંપતી નજર ગોઠવવામાં આવી છે.

8 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરફ્યુ લાદવામાં આવશે

રાજ્યમાં હાલ નાઈટ કર્ફ્યુ યથાવત્ છે, જે રથયાત્રાના દિવસે બપોરે બે વાગ્યા સુધી યથાવત રહેશે રથયાત્રા દરમિયાન દરેક રથ 20 ખલાસીઓ દ્વારા ખેંચવામાં આવશે. સમગ્ર રૂટ પર કરફ્યૂ નાખવામાં આવ્યો છે. કોઈપણ રોડ પર નીકળે નહીં તે માટે રૂટ પર બેરિકેડિંગ કરવામાં આવ્યા છે કોરોનાની ગાઈડ લાઈન ઉપર ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે પોલીસે થ્રિ લેયરની અંદર સમગ્ર સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે.

જગતનો નાથ સજ્જડ પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળશે નગરચર્યા કરવા

આ પણ વાંચો : દબદબાભેર નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, આ વર્ષે કેવી હશે ?

તમામ પોળોમાં બેરીકેટ

બીજી લહેર બાદ ત્રીજી લહેર ન આવે તો લોકો ભેગા ન થાય તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. રથયાત્રાના રૂટ પર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, અમદાવાદ સહિત તમામ પોળો અને ગલીઓમાં બેરિકેડિંગ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જણાવ્યું કે, અમદાવાદ શહેરના નાગરિકો ઉપર મને પૂરતો વિશ્વાસ છે, તેઓ શાંતિપૂર્ણ માહોલની અંદર રથયાત્રાની પસાર કરવા પૂરતો સહયોગ કરશે, કોઈપણ વ્યક્તિ બહાર નહીં નિકળે તેઓ મને અમદાવાદ શહેરના નાગરિકો ઉપર મક્કમતાપૂર્વક વિશ્વાસ છે.

ટીવીના માધ્યમથી દર્શન

કરફ્યુ ભંગ ન થાય તે માટે વિનમ્રતા અને મક્કમતા બંને જાણવવું ખૂબ જરૂરી છે, તે અમારી અગ્રીમતા રહેશે. કરફ્યું લાદેલા વિસ્તારમાં કોઈ પ્રવેશી શકશે નહીં, મંદિરની નજીકમાં ખાસ નક્કી કરેલા લોકો જ આવી શકશે, સ્થાનિકો પાસેથી અપેક્ષા અને વિનંતી છે કે તેઓ ઘરની બહાર ન નીકળે, લોકો ટીવીના માધ્યમથી જ ભગવાનના દર્શન કરે તેવી વિનતી છે.

રથયાત્રા બંદોબસ્ત

પોલીસ કંપની હાજર જવાન
DCP અને તેનાથી ઉપરની કક્ષાના અધિકારીઓ 42
ACP 74
PI 230
પોલીસ કર્મી 11,800
CAPF કંપની 9
SPR કંપની 34
ચેતક કમાન્ડો કંપની 1
હોમગાર્ડ 5900
BDDS ટિમ 3
QRT ટિમ 15

આ પણ વાંચો : jagannath rath yatra 2021 : રથયાત્રા પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કરશે મંગળા આરતી

સમય મર્યાદામાં નિકળશે રથયાત્રા

અમદાવાદ શહેરમાં રથયાત્રા મુદ્દે થઈ શહેર પોલીસ જાહેરનામું રજૂ કરશે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અંગે નિવેદન આપતાં જણાવ્યું કે અમદાવાદ શહેરમાં રથયાત્રા અંગે થઈ મર્યાદિત સમય ફાળવવામાં આવ્યો છે, તે સમયની અંદર રથ યાત્રા પરિપૂર્ણ કરવાની રહેશે તો બીજી તરફ સમગ્ર રૂટ પર ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે

ABOUT THE AUTHOR

...view details