ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ: કન્ટેનમેન્ટ ઝોનમાં હોવાથી જગન્નાથ મંદિક અને ભદ્રકાળી મંદિર 15 જૂન સુધી નહીં ખુલે - JagannathTemple

અનલોકના પહેલા તબક્કા હેઠળ ધાર્મિક સ્થાનો તેમજ મોલ હોટેલ રેસ્ટોરા સહિતના જાહેર સ્થળો ખૂલવા જઇ રહ્યા છે.ગર્વમેન્ટની ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટનિંગના નિયમો સાથે આ તમામ સ્થળો ખુલ્લા મુકાયા છે. તેમજ નિયમોનું કડકપણે પાલન કરાવવામાં આવશ, પરંતુ અમદાવાદનું જગન્નાથજી મંદિર કન્ટેનમેન્ટ ઝોનમાં હોવાથી મંદિર નહીં ખુલે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

etv bharat
etv bharat

By

Published : Jun 8, 2020, 11:41 AM IST

અમદાવાદ: શહેરના બે મુખ્ય મંદિર નગરદેવી ભદ્રકાળી માતાનું મંદિર અને જગતના નાથ એવા ભગવાન જગન્નાથનું મંદિર દર્શનાર્થીઓ માટે 15 જૂન સુધી બંધ રહેશે. દેશમાં લૉકડાઉન ખુલ્યા પછી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અનલોક-૧ના ભાગરૂપે આજથી મોલ, શોપિંગ સેન્ટર, હોટેલ્સ અને ધાર્મિક સ્થળો ખોલવામાં આવ્યા છે.

ત્યારે બીજી તરફ અમદાવાદ શહેરમાં કન્ટેન્ટમેન્ટઝોનમાં આવેલા મંદિર ખુલશે નહી.૨૩ જૂને જગન્નાથજીની રથયાત્રા પણ નીકળવાની છે અને તેને લઈને મંદિરમાં પૂરજોશમાં તૈયારી શરૂ થઈ ગઈ છે,મહત્વનું છે કે, રથયાત્રા આ વખતે સાદાઈથી નિકાળવામાં આવશે કારણ કે, રથયાત્રા કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાંથી નીકળવાની હોવાથી ભક્તો ને રથયાત્રામાં જોડાવાનો લાભ મળશે નહી.

ABOUT THE AUTHOR

...view details