અમદાવાદ: ભારત મોસમી આબોહવા ધરાવતો (climate seasons in india) દેશ છે. અહીં શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ 3 પ્રકારની ઋતુ અનુભવાય છે. ઋતુ પ્રમાણે લોકો ખોરાક અને પોષાક ધારણ કરે છે. ભારતીય લોકોના જીવનમાં ધર્મ અને ઈશ્વરનું સ્થાન (god and religion in life of Indians) સૌથી ઊંચું છે. તેઓ ઈશ્વરની મૂર્તિને સાક્ષાત ઈશ્વર જ માનીને તેમની પૂજા (idol worship in Hinduism) કરે છે.
મૂર્તિમાં કરાય છે પ્રાણ પ્રતિષ્ઠા
મંદિર ઈશ્વરનું નિવાસસ્થાન છે. મંદિરના ગર્ભગૃહમાં ભગવાનની મૂર્તિની સ્થાપના કરતા પહેલા તેમાં પ્રાણપ્રતિષ્ઠા (establishment of idol of god in Hinduism) કરાય છે. એટલે જે તે દેવનું મૂર્તિમાં શાસ્ત્રોક્ત વિધાન દ્વારા આહ્વાન કરાય છે, ત્યારબાદ તેની પૂજા થાય છે. એટલે જ ભારતના લોકો મંદિરમાં સ્થાપિત મૂર્તિને જીવંત દેવ ગણે છે. તેની પૂજા, અર્ચના અને સેવા કરે છે. માણસ તરીકે તેઓ ઈશ્વરને પ્રિય એવા ભોગ ધરાવે છે, જેમાં ભોજન, કપડાં, અત્તર, પાન , ધૂપ વગેરેનો સમાવેશ થાય છે. ભગવાનને સહેજ પણ તકલીફ ન પડે તેનું ધ્યાન રખાય છે. એટલે જ તેઓ સતત ઈશ્વરની નિત્ય સેવામાં રહે છે.