- મોસાળથી ભગવાનને પરત લાવવામાં આવ્યાં
- ભક્તોએ મંદિર ખાતે મામેરાના દર્શન કર્યા
- અષાઢી બીજે વિધિવત્ રથયાત્રા કાઢવામાં આવશે
અમદાવાદ: આખરે આતુરતાથી જેની રાહ જોવાતી હતી તે જગન્નાથ રથયાત્રા ( 144th Jagannath RathYatra )ને લઈને રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં, અષાઢી બીજના દિવસે અમદાવાદ શહેરમાં કરફ્યૂ સાથે રથયાત્રા કાઢવામાં આવશે. આજે ગુરૂવારે ભગવાન જગન્નાથ પોતાના મોસાળ સરસપુરથી નિજ મંદિર ( Jagannath Returned to Nij Mandir ) પોતાના ભાઈ-બહેન સાથે પરત ફર્યા છે, ત્યારે તેમના સ્વાગત સાથે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:જનતા કરફ્યૂ વચ્ચે નીકળશે રથયાત્રા, ભગવાન નગરચર્યાએ નીકળશે પણ ભક્તો નહિ હોય
વાજતે-ગાજતે મોસાળિયાઓ ભાણેજ માટે મામેરુ લાવ્યા
સરસપુરવાસીઓએ ભગવાનને મામેરામાં નવા વાઘા અને ઘરેણા આપ્યા છે. આ ઘરેણા અને વાઘા પહેરીને ભગવાન જગન્નાથ અષાઢી બીજના દિવસે નગરચર્યાએ નીકળશે. આજે ગુરૂવારે મંદિરના મહંત, ટ્રસ્ટી તેમજ કાર્યકરો દ્વારા ભગવાનના મામેરાના દર્શન લોકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. 8 ગજરાજો અને બેન્ડવાજા સાથે સરસપુરવાસીઓ જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. જ્યાં મહંત દીલીપદાસજીએ તેમનું સ્વાગત કર્યું હતું. તેમજ મંદિર તરફથી તેમના માટે જમણનું પણ આયોજન કરાયું હતું.