ગુજરાત

gujarat

ETV Bharat / city

Jagannath Rathyatra 2022 : રથયાત્રાની તમામ હલચલ પર પોલીસની ત્રીજી આંખ - અમદાવાદ રથયાત્રામાં પોલીસ

અમદાવાદમાં 145મી જગન્નાથજીના રથયાત્રાને લઈને (Jagannath Rathyatra 2022) પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી છે. જે રૂટ પર રથયાત્રા પસાર થવા જઈ રહી છે તે માર્ગ પર પોલીસનો કાફલો ખડેપગે તૈનાત કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ અમદાવાદ પોલીસની કડક નજર (Police Security in Ahmedabad Rathyatra) રાખવામાં આવી રહી છે.

Jagannath Rathyatra 2022 : રથયાત્રાની તમામ હલચલ પર પોલીસની ત્રીજી આંખ
Jagannath Rathyatra 2022 : રથયાત્રાની તમામ હલચલ પર પોલીસની ત્રીજી આંખ

By

Published : Jul 1, 2022, 7:43 AM IST

ગાંધીનગર :દેશની બીજા નંબરની રથયાત્રા ગુજરાતમાં થાય છે, ત્યારે વર્તમાન (Jagannath Rathyatra 2022) પરિસ્થિતિને લઈને રાજ્ય ગૃહ વિભાગ અને અમદાવાદ પોલીસ વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદની રથયાત્રાના 19 kmના રોડ ઉપર ચાર અલગ અલગ સ્પોટ પર પોલીસ એન્ડ કમાન્ડ કંટ્રોલ (Ahmedabad Jagannath rathyatra) વાહન સ્ટેડન બાઈ કરવામા આવ્યા છે. જેના માધ્યમથી રથયાત્રાની તમામ મૂવમેન્ટ પર પોલીસની બાજ નજર રહેશે.

રથયાત્રાની તમામ હલચલ પર પોલીસની ત્રીજી આંખ

19 km ના રૂટ ઉપર CCTV -ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નિમિત્તે ગુજરાત પોલીસ દ્વારા 19 km ના રૂટ ઉપર CCTV કંટ્રોલ મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે. કુલ અલગ અલગ ચાર વિસ્તારોમાં મોબાઈલ કમાન્ડ એન્ડ કંટ્રોલ વ્હીકલ અને તેના જ કરવામાં આવી હતી. મહત્વની વાત કરવામાં આવે તો આજે કંટ્રોલ વિહિકલ યુનિટ છે. તેમાં સમગ્ર રથમાં જે રથ કઈ બાજુ આગળ વધી રહ્યો છે અને તેની આજુબાજુના વિસ્તારમાં અને રથની આજુબાજુમાં કઈ રીતના મોમેન્ટ થઈ રહી છે. તેનું રસીદો સર્વદાશ કરવામાં આવી રહ્યું છે અને જો કોઈ પણ પ્રકારની આમાં ઘટના બને અથવા તો ઘટનાને અંજામ આપવાનો પણ પ્રયત્ન કરવામાં આવે તો ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે (CCTV on Rathyatra route) તે ઘટનાને કંટ્રોલ કરી શકશે.

આ પણ વાંચો :Jagannath Rathyatra 2022 : જય જગન્નાથના નાદ સાથે ભગવાન રથમાં થયા બિરાજમાન

દરિયાપુર કાલુપુર શાહપુરમાં ડ્રોનથી સર્વેલન્સ - અમદાવાદ રથયાત્રા સંવેદનશીલ વિસ્તાર એવા જમાલપુર દરિયાપુર કાલુપુર અને શાહપુર તથા સરસપુરમાં અમદાવાદ પોલીસ દ્વારા ફોનથી સર્વેલન્સ કરવામાં આવશે. આ તમામ જગ્યા ઉપર એક કાર પણ એક નાનો કંટ્રોલરૂમ પણ ઊભો કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ શહેર પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર No Flying Zoneની પણ જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ રથયાત્રા દરમિયાન અમદાવાદ શહેરને ડ્રોન નોટ ફ્લાયઇંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવશે.

પોલીસ બંદોબસ્ત -રથયાત્રાને લઈને પોલીસનો બંદોબસ્તમાંIG/DIG 9, SP/DCP 36, ASP/ACP 86, PI 230, PSI 650, ASI/CONSTABLE 11,800, SRP 19 કંપની (1330 જવાનો), CAPF/RAF 22 કંપની (1540 જવાનો), હોમગાર્ડ 5725, બોમ્બ સ્કોર્ડ ટીમ 9, ડોગ સ્ક્વોડ 13 ટીમ, માઉન્ટેડ પોલીસ 70, ડ્રોન કેમેરા 4, ટેસર ગન 25 અને મોબાઈલ કમાન્ડ કન્ટ્રોલ કાર 04 રાખવામાં (Police security in Ahmedabad Rathyatra) આવ્યા છે.

આ પણ વાંચો :Jagannath Rathyatra 2022: જગન્નાથ મંદિરમાં વહેલી સવારથી ભક્તોનો જમાવડો

સોશિયલ મીડિયા પર નજર - અમદાવાદની રથયાત્રા સંવેદનશીલ વિસ્તારોમાં નીકળવાની છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસ અને સાઇબર ક્રાઇમ દ્વારા તમામ વ્યક્તિના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ નજર રાખવામાં આવી રહી છે અને જો કોઈપણ પ્રકારની વિવાદિત પોસ્ટ થાય તો તેવા વ્યક્તિને તાત્કાલિક (Bhagwan jagannath rathyatra) ધોરણે અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી પણ કરવાની વાત અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ કરી છે.આમ સોશિયલ મીડિયા ઉપર (Police Rathyatra in Ahmedabad) પણ રથયાત્રાને લઈને સાયબર ક્રાઇમ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details