અમદાવાદ -ભારતભરમાં હિન્દુ મુસ્લિમની એકતાને ખંડિત કરવા અમુક અસામાજિક તત્વો મથી કરી રહ્યા છે. ત્યાં મુસ્લિમ બહુલ વસ્તી ધરાવતા જુહાપુરામાંથી (Gift From Juhapura Muslim Samaj )ભગવાન જગન્નાથની રથયાત્રા (Jagannath Rathyatra 2022) પહેલાં એક પ્રેમભરી ભેટ આપવાનો આ કિસ્સો કોમી સૌહાર્દ વધારનારો બની ગયો હતો. જુહાપુરાના યુવાન સલીમ શેખ દ્વારા પેન્સિલમાંથી બનાવાયેલા ત્રણ રથની ભેટ (Gift From Juhapura Muslim Samaj For Bhagvan Jagannath)ધરવામાં આવી હતી.
પ્રેમભરી ભેટ આપવાનો આ કિસ્સો કોમી સૌહાર્દ વધારનારો બની ગયો આ પણ વાંચોઃ ગુજરાતમાં સૌ પ્રથમવાર ભગવાન જગન્નાથની રથયાત્રાનો ફુરજા બંદરેથી પ્રારંભ થયો
એકતાને મજબૂત કરવાનો પ્રયાસ- જુહાપુરાના સલીમ શેખ નામના યુવાન દ્વારા હિન્દુ મુસ્લિમ એકતા ભાઈચારાને મજબૂત કરવા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. સલીમ શેખે પેન્સિલથી ભગવાન જગન્નાથ, (Jagannath Rathyatra 2022) ભાઈ બલરામ અને બહેન સુભદ્રા માટેના હૂબહૂ દેખાય એવા 3 રથ (Gift From Juhapura Muslim Samaj For Bhagvan Jagannath)બનાવી મંદિરના મહંતને મુસ્લિમ સમાજ તરફથી ભેટ અર્પણ કરી એક ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ jagannath rathyatra 2022 : આવતીકાલે રંગેચંગે નીકળશે 145મી રથયાત્રા, એક જ ક્લિકમાં એ બધું જ જાણો જે મહત્ત્વનું છે
38 વર્ષના સલીમ શેખ જુહાપુરાના રહેવાસી છે. તેઓ વ્યવસાય માટે તાળાચાવીની દુકાન ધરાવે છે. સલીમ શેખને 2014માં રાષ્ટ્રપતિ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમને યુનિક વર્લ્ડ રેકોર્ડથી પણ પંજાબમાં પણ સમ્માનિત કરવામાં આવ્યાં છે.