ગુજરાત

gujarat

ETV Bharat / city

જગન્નાથ મંદિરમાં અમિત શાહ મંગળા આરતી કરશે, અનેક પ્રોજેક્ટ્સનું પણ ખાતમૂહુર્ત કરાશે - Jagannath Temple Ahmedabad

અષાઢી બીજ નિમિતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની (Amit Shah Ahmedabad Visit) મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રસંગે તેઓ પરંપરા અનુસાર જગન્નાથ મંદિરે (Jagannath Temple Ahmedabad) મંગળા આરતી કરશે. આ પછી રથયાત્રા (Ahmedabad Rathyatra 2022) શરૂ થશે. આ ઉપરાંત ગાંધીનગર, કલોલ, રૂપાલ અને સાણંદ ગામે જુદા જુદા પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત કરશે. જોકે, એમની રાજકીય બેઠક પણ આ દિવસોમાં નક્કી થાય એવી પૂરી શક્યતાઓ છે.

અમિત શાહ 1 જુલાઈએ જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે, એ પછી શરૂ થશે રથયાત્રા
અમિત શાહ 1 જુલાઈએ જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે, એ પછી શરૂ થશે રથયાત્રા

By

Published : Jun 29, 2022, 2:49 PM IST

Updated : Jun 29, 2022, 10:45 PM IST

ગાંધીનગર: છેલ્લા ઘણા વર્ષોથી અષાઢી બીજ નિમિતે અમિત શાહ (Amit Shah At Jagannath Temple) પરિવાર સાથે જગન્નાથ મંદિરે મંગળા આરતી કરે છે. દિલ્હી ગયા બાદ પણ તેમણે આ પરંપરાને યથાવત રાખી છે. કોવિડના કાળ બાદ બે વર્ષે ફરીથી અમદાવાદમાં રથયાત્રાનું (Ahmedabad Rath Yatra 2022) આયોજન કરાયું છે. આ વખતે ધામધૂમથી રથયાત્રા નીકળવાની છે. તારીખ 1 જુલાઈના રોજ અમિત શાહ અમદાવાદ (Amit Shah Ahmedabad) આવશે અને અમદાવાદના જગન્નાથ મંદિરે મંગળા આરતી કરશે. એ પછી રથયાત્રા શરૂ થશે. અમદાવાદમાં 145મી રથયાત્રા નીકળશે.

જગન્નાથ મંદિરમાં અમિત શાહ મંગળા આરતી

આ પણ વાંચોઃAhmedabad Rathyatra 2022 : ભગવાન જગન્નાથજીને શા માટે આંખે પાટા બાંધવામાં આવે છે જાણો

આ છે સમગ્ર કાર્યક્રમઃ અમિત શાહ અમદાવાદના જગન્નાથ મંદિરે મંગળા આરતી કર્યા બાદ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જુદા જુદા કામોનું ખાત મૂહુર્ત કરશે. કેટલાક પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. અમિત શાહનો કાર્યક્રમ સવારે 4 કલાકે મંગળા આરતી જગન્નાથ મંદિરથી શરૂ થઈ રહ્યો છે. એ પછી સવારે 9 કલાકે કલોલમાં આવેલા સ્વામિનારાયણ મંદિરનું લોકાર્પણ કરશે. સવારે 11 કલાકે રૂપાલ ગામ ખાતે રજતતુલા કરાશે. બપોરે 1 કલાકની આસપાસ અમિત શાહના મૂળગામ વાસણમાં તળાવનું ખાત મુહૂર્ત કરાશે. સાણંદના મોડાસાર ગામમાં સભા સંબોધન કરશે. ગામ કેન્દ્રીય પ્રધાને દત્તક લીધું છે.

આ પણ વાંચોઃજો તમે અમરનાથ યાત્રા પર જઈ રહ્યા છો તો આ માર્ગદર્શિકાની જાણકારી જરૂરી, બાકી પડી શકે છે મુશ્કેલી

રૂપાલના રજતતુલાઃ રૂપાલ ગામમાં અમિત શાહની રજતતુલા થશે. રજત તુલા બાબતે ગાંધીનગરના વરદાયીની માતા મંદિરના ટ્રસ્ટી નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમિત શાહ નો રજત તુલા કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. જે અંતર્ગત અમિત શાહ 11 થી 11:30 કલાકની આસપાસ તેઓ વરદાયીની માતાના મંદિરે આવશે. માતાજીના દર્શન કરશે. અનેક સરકારી કાર્યક્રમોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. રૂપાલ ગામમાં તળાવનું પણ ખાતમુહૂર્ત કરાશે. ડસ્ટબિનનું વિતરણ અને ભારત સ્વચ્છ અભિયાન અંતર્ગત ઘન કચરાની ગાડીને ફ્લેગ ઓફ કરશે.

Last Updated : Jun 29, 2022, 10:45 PM IST

ABOUT THE AUTHOR

...view details