ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ સહીત દેશના 40 સ્થળોએ ITના દરોડા, એસ્ટ્રલ અને રત્નમણિ મેટલ્સ પર ત્રાટક્યું ડિપાર્ટમેન્ટ

અમદાવાદ, મુંબઈ અને દિલ્હી સહિતના શહેરોમાં 40 સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં 150થી વધુ આવકવેરા અધિકારીઓ જોડાયા છે. અમદાવાદમાં 25 સ્થળો (IT Raided IN Ahmedabad) રડાર પર છે. અમદાવાદમાં એસ્ટ્રલ અને રત્નમણિ મેટલ્સ પર IT વિભાગના દરોડા (IT department raids on Astral and Ratnamani metals) પડ્યા છે. જેમાં રત્નમણીના ચેરમેન પ્રકાશ સંઘવીના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા અને એસ્ટ્રલનાં ચેરમેન સંદિપ એન્જિનીયરને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. બન્ને કમ્પનીઓને લઈ ઈન્કમટેક્સની ટીમો દ્વારા વહેલી સવારથી ગુજરાત બહાર સર્ચ સર્વે કરવામાં આવી રહ્યો છે.

IT Raided IN Ahmedabad
IT Raided IN Ahmedabad

By

Published : Nov 23, 2021, 9:35 AM IST

Updated : Nov 23, 2021, 12:00 PM IST

  • શહેરમાં IT વિભાગના સૌથી મોટા દરોડા
  • એસ્ટ્રલ અને રત્નમણિ મેટલ્સ પર દરોડા
  • વહેલી સવારે સિંધુ ભવન ઓફિસ પર દરોડા

અમદાવાદ: રાજકોટ અને અમદાવાદમાં અનેક મોટા ઓપરેશન બાદ ફરીથી અમદાવાદમાં મોટા દરોડા (IT Raided IN Ahmedabad) પાડવામાં આવ્યા છે. ASTRAL નામની કંપનીના ત્યાં ઇન્કમટેક્સ વિભાગે દરોડા (IT raids on ASTRAL company) પાડ્યા છે. કંપનીની આસપાસમાં મોટી સંખ્યામાં હાલ પોલીસ કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ એસ્ટ્રલ કંપનીમાં સર્ચ અને સર્વેની કામગીરી ચાલી રહી છે.

અમદાવાદમાં IT વિભાગના સૌથી મોટા દરોડા, ASTRAL કંપની પર ત્રાટકી IT વિભાગની ટીમ

ગેર કાયદેસર બિલો અને બેનામી સંપત્તિ ધરાવતા એકમો વિરુદ્ધ લાલ આંખ

નવા વર્ષની શરૂઆતની સાથે જ IT વિભાગ સક્રિય થયું છે. ગેર કાયદેસર બિલો અને બેનામી સંપત્તિ ધરાવતા એકમો વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી રહી છે. રાજકોટ અને અમદાવાદમાં અનેક મોટા ઓપરેશન બાદ ફરીથી અમદાવાદમાં મોટી રેડ (The biggest raids by the IT department) કરાઇ છે. ASTRAL નામની કંપનીના ત્યાં ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટ કમિટીના સભ્યએ કહ્યું- જો MSP પર કાયદો બનશે તો, ભારતીય અર્થતંત્ર પર સંકટ

ASTRAL પાઇપની અલગ અલગ ઓફિસ પર દરોડા

દિવાળી બાદ આવેકવેરા વિભાગ કરચોરી અને બેનામી સંપત્તિ, બેનામી હિસાબો ધરાવતા એકમો વિરુદ્ધ સક્રિય થઈ ગયું છે. કરચોરી કરતા એકમો વિરુદ્ધ IT વિભાગે લાલઆંખ કરી છે. રાજકોટ અને અમદાવાદમાં અનેક મોટા ઓપરેશન બાદ ફરી વખત અમદાવાદમાં મોટી રેડ (The biggest raids by the IT department) પાડવામાં આવી છે. ASTRAL PVC પાઇપ બનાવતી કંપનીના ત્યાં ઈન્કમટેક્સ વિભાગે દરોડા (IT raids on ASTRAL company) પાડ્યા છે. ITના અધિકારીઓની જુદી જુદી ટીમો બનાવી અલગ અલગ સ્થળોએ દરોડા છે. રાજ્યમાં જુદી જુદી ઓફિસના IT અધિકારીઓ આજના આ દરોડામાં જોડાયા છે.

આ પણ વાંચો: Traffic Police: 2018થી 2021 દરમિયાન ગેરકાયદેસર પાર્કિંગ કરવા બદલ કુલ 7,44,425 કેસ નોંધાયા

કંપનીની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ તૈનાત કરાયો

અમદાવાદના સિંધુ ભવન પાસે ASTRAL કંપનીનું (IT raids on ASTRAL company) હાઉસ આવેલું છે. જ્યાં વહેલી સવારે જ આવકવેરાની ચાર ગાડીઓ હથિયારધારી પોલીસ કાફલા સાથે આવે પહોચી હતી. કંપનીની આસપાસમાં મોટી સંખ્યામાં હાલ પોલીસ કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ એસ્ટ્રલ કંપનીમાં સર્ચ અને સર્વેની કામગીરી ચાલી રહી છે. સૂત્રોની માહિતી પ્રમાણે મોટી સંખ્યામાં બેનામી બિલો અને કરચોરી બહાર આવે તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે.

Last Updated : Nov 23, 2021, 12:00 PM IST

ABOUT THE AUTHOR

...view details