ગુજરાત

gujarat

ETV Bharat / city

સિલ્વર ઑક યુનિવર્સિટીમાં ITના દરોડા - graduation ceremony silver oak university

અમદાવાદમાં આવેલી સિલ્વર ઑક યુનિવર્સિટીમાં ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. ITની ટીમ વહેલી સવારે કેમ્પસમાં પહોંચી હતી. IT raid in silver oak university, silver oak university ahmedabad.

સિલ્વર ઑક યુનિવર્સિટીમાં ITના દરોડા
સિલ્વર ઑક યુનિવર્સિટીમાં ITના દરોડા

By

Published : Sep 7, 2022, 10:16 AM IST

Updated : Sep 7, 2022, 11:07 AM IST

અમદાવાદશહેરમાં આવકવેરા વિભાગની દરોડા પાડવાની કાર્યવાહી (silver oak university ahmedabad) યથાવત્ છે. તેવામાં હવે સિલ્વર ઑક યુનિવર્સિટી પણ ITની ઝપેટમાં આવી ગઈ છે. ITની ટીમે વહેલી સવારે જ યુનિવર્સિટીમાં દરોડા પાડ્યા હતા. તેના કારણે વિદ્યાર્થીઓ અને સ્ટાફના લોકોને રજા આપીને પરત મોકલી દેવાયા (IT raid in silver oak university) હતા.

સ્ટાફ અને વિદ્યાર્થીઓને આપી દેવાઈ રજા

હાલમાં જ મળી છે માન્યતા હાલમાં જ સિલ્વર ઑક યુનિવર્સિટીને માન્યતા મળી છે. એટલે તરત જ અનેક નવા કોર્સ (silver oak university courses) શરૂ કરીને સંખ્યાબંધ એડમિશન આપવામાં આવ્યાં હતાં. આના કારણે કૉલેજમાં મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન થયા હોવાનું આવકવેરા વિભાગના ધ્યાન (IT raid in silver oak university) પર આવતાં ટીમે દરોડા પાડ્યા હોય તેવી શક્યતા છે.

પદવીદાન સમારોહ ટૂંક સમયમાં યોજાશે આગામી 24મી સપ્ટેમ્બરે સિલ્વર ઑક યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ (graduation ceremony silver oak university) યોજાશે. તેમાં મુખ્યપ્રધાન, શિક્ષણ પ્રધાન સહિત અનેક લોકો ઉપસ્થિત રહેશે. જોકે, આ સમારોહ પહેલાં જ આવકવેરા વિભાગના દરોડા પડતા આખી યુનિવર્સિટી (IT raid in silver oak university) ચર્ચાનો વિષય બની છે. હાલમાં કેમ્પસની આસપાસ વિદ્યાર્થીઓના ટોળે ટોળા જમા થયાં છે.

Last Updated : Sep 7, 2022, 11:07 AM IST

ABOUT THE AUTHOR

...view details