ગુજરાત

gujarat

By

Published : Jan 17, 2021, 10:48 PM IST

ETV Bharat / city

અમદાવાદમાં હવે ગાડીમાં એક વ્યક્તિ હશે તો પણ માસ્ક પહેરવું ફરજીયાત

અમદાવાદ શહેરમાં હવેથી ગાડીમાં એક વ્યક્તિ પણ જતો હોય તો પણ માસ્ક ફરજિયાત છે. આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગના જુના પરિપત્ર આધારે અમદાવાદ પોલીસ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેથી રવીવારથી ગાડીમાં જનાર એક વ્યક્તિ હોય તો પણ માસ્ક ના પહેરીયું હોય તો પોલીસ દ્વારા દંડવામાં આવી રહ્યા છે.

અમદાવાદમાં હવે ગાડીમાં એક વ્યક્તિ હશે તો પણ માસ્ક પહેરવું ફરજીયાત
અમદાવાદમાં હવે ગાડીમાં એક વ્યક્તિ હશે તો પણ અમદાવાદમાં હવે ગાડીમાં એક વ્યક્તિ હશે તો પણ માસ્ક પહેરવું ફરજીયાતમાસ્ક પહેરવું ફરજીયાત

  • પોલીસ દ્વારા માસ્ક અંગે દંડની વસુલાત
  • એક વ્યક્તિને ગાડીમાં હોય તો પણ માસ્ક ફરજિયાત
  • માસ્ક ના પહેરનારને 1000નો દંડ

અમદાવાદઃ શહેરમાં પોલીસ દ્વારા રવીવારથી ગાડીમાં જનાર એક વ્યક્તિએ પણ માસ્ક ના પહેર્યું હોય તો પણ તેની પાસેથી દંડ વસુલવાનું શરૂ કરવામાં આવ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા અનેક લોકોને માસ્ક વિના પકડવામાં આવ્યાં હતા. પરંતુ પકડેલા અનેક લોકોને પોલીસે સમજાવીને જવા પણ દીધા હતા અને કેટલાક લોકો પાસેથી દંડ પણ વસૂલ્યો હતો.

અમદાવાદમાં હવે ગાડીમાં એક વ્યક્તિ હશે તો પણ માસ્ક પહેરવું ફરજીયાત
પોલીસ દ્વારા લોકોને માસ્ક પહેરવા કરાઈ અપીલ

પોલીસ દ્વારા લોકોને માસ્ક પહેરવા અપીલ પણ કરવામાં આવી છે અને હવેથી ગાડીમાં જનારા એક વ્યક્તિ પણ જો માસ્ક નહી પહેરે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરીને રૂપિયા 1000નો દંડ પણ આપવામાં આવશે અને દંડ ના ભરનારા સામે અન્ય કાર્યવાહી પણ થઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details