ગુજરાત

gujarat

ETV Bharat / city

ભદ્રકાળી મંદિરમાં દર્શન માટે કોવિડ ગાઇડલાઈનનું પાલન જરૂરી

રાજ્યમાં કોરોના કેસના સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ કોરોનાએ માઝા મૂકી છે. અમદાવાદ શહેરના ભદ્રકાળી માતાજીનું મંદિર છે ત્યાં આગળ પણ લોકોની ભીડ એકઠી થતી હોય છે, તો મુખ્ય જે ખરીદી માટેની બજાર કહી શકાય તે ભદ્રકાળી વિસ્તારની છે ત્યાં હજુ પણ લોકોની અવર-જવર જોવા મળી રહી છે, પરંતુ માસ્ક પ્રત્યે જાગૃતતાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.

સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે મુખ્ય હેતુ
સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે મુખ્ય હેતુ

By

Published : Apr 6, 2021, 10:48 PM IST

  • ભદ્રકાળી મંદિરમાં માસ્ક વગર પ્રવેશ પર પ્રતિબંધ
  • સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે મુખ્ય હેતુ
  • લોકોને માસ્ક પહેરવાની પણ મંદિર સંચાલકો દ્વારા કરવામાં આવી રહી છે અપીલ

અમદાવાદ: સહિત સમગ્ર રાજ્યમાં જ્યારે કોરોનાનો કેર વર્તાઈ રહ્યો છે, ત્યારે લોકોને સોશિયલ ડિસ્ટન્સ હાલની પરિસ્થિતિ પ્રમાણે જાળવવું ખૂબ જ જરૂરી બની ગયું છે. શહેરની ભદ્રકાળી મંદિર પરિસરમાં પણ પ્રવેશ કરતા પહેલા લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું સાથે જ સેનિટાઈઝરનો યોગ્ય ઉપયોગ કરવો અને માસ્ક ફરજિયાત કરવાના નિયમો મંદિર સંચાલકો દ્વારા કરી દેવામાં આવ્યા છે. મંદિર સંચાલકો સાથે થયેલી વાતચીત પ્રમાણે આગામી દિવસોમાં જરૂર લાગશે તો મંદિર બંધ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે.

ભદ્રકાળી મંદિરમાં માસ્ક વગર પ્રવેશ પર પ્રતિબંધ

આ પણ વાંચો:વધતાં જતા કોરોના સંક્રમણને કારણે લોકડાઉન અથવા કરફ્યૂ ઉભો થવાની શક્યતાઓ

આ પણ વાંચો:ચેમ્બર ઓફ કોમર્સે લોકડાઉન પર પોતાનો મત રજૂ કર્યો

જરૂર લાગશે તો મંદિર પરિસરને પણ બંધ કરવામાં આવશે

કોરોનાના કેસ રાજ્યમાં સતત વધી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ નિયંત્રણમાં લાવવા માટે કોર્પોરેશન દ્વારા નિયંત્રણ મૂકવામાં આવ્યા છે. આગામી દિવસોમાં જો જરૂર લાગશે તો મંદિર પરિસરને પણ દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવી શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details