- POSH Actનું અસ્તિત્વ કેટલું કારગર અને તંત્ર તેટલુ સક્રિય? જવાબ જાણો IAS ઓફિસર મનીષા ચંદ્રા સાથેની વાતચીતમાં
- પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એક્ટ વિશે વિગતે જાણો
- કામકાજના સ્થળે મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરે છે આ કાયદો
- 1911માં સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી યુરોપના દેશોમાંથી શરુ થઈ
અમદાવાદઃ સમગ્ર વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં મહિલાઓને વ્યાપકપણે સ્પર્શતાં વિવિધ મુદ્દાઓ વિશે વાત કરવામાં આવી રહી છે. એક સદીથી પણ વધુ સમય થઈ ગયો છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી શરુ થયાને તેમ છતાં મહિલા દિવસે મહિલાઓના કાનૂની અધિકારો અને સુરક્ષાના પ્રશ્નો પ્રસ્તુત જ રહ્યાં છે. 1908માં 15,000 મહિલાઓએ 8 માર્ચના દિવસે કામકાજના કલાકો, પગાર અને મતાધિકારની માગ સાથે ન્યૂયોર્કમાં કૂચ કરી હતી. તેના બીજા વર્ષથી કોપનહેગનમાં મળેલી એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ક્લેરા ઝેટકિન નામનાં સન્નારીએ આ દિવસની ઉજવણીના વિચારનો પાયો નાંખ્યો. જેનો સ્વીકાર થયો હતો અને 1911માં સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી યુરોપના દેશોમાંથી શરુ થઈ હતી. જોકે વિશ્વના મોટાભાગના દેશોમાં 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આમ, વ્યવસ્થિત ઉજવણી શરુ થયે 2021નો આ 110મો મહિલા દિવસ ઉજવાયો છે. ETV BHARAT તરફથી પણ મહિલા દિવસ નિમિત્તે વિશેષ કવરેજ આપવામાં આવ્યું છે ત્યારે ગુજરાત સરકારના મહિલા અને બાળવિકાસ અધિકારી એવાં મનીષા ચંદ્રા સાથે ખૂબ મહત્ત્વના પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એક્ટ વિશે વાત કરતાં તેમણે અનેક મુદ્દાઓની સવિસ્તર ચર્ચા કરી હતી.
પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એક્ટ શું છે?
આ કાયદો કામકાજના સ્થળો પર મહિલાઓને જાતીય અત્યાચારો સામે સુરક્ષા પ્રદાન કરવાના હેતુથી બનાવવામાં આવ્યો છે. 23 એપ્રિલ, 2013માં આ કાયદો વિશાખા ગાઈડલાઈન્સને લઇને અસ્તિત્વમાં આવ્યો હતો. કાર્યસ્થળ પર જાતીય સતામણી અટકાવવા માટે આ કાયદા હેઠળ મહિલાઓ સલામતીનો અનુભવ કરી શકે છે. કયા સ્થળો પર, કેવા પ્રકારની હરકતો જાતીય સતામણી ગણવી, તે કઇ વ્યવસ્થા સાથે કામ કરશે, આ પ્રકારના કેસોમાં પ્રમાણિત ઓથોરિટી કોણ હશે, કઇ સમય મર્યાદામાં ફરિયાદ નોંધાવી શકાય છે તેમજ કેસ પુરવાર થાય તો કયા પ્રકારના પગલાં જવાબદાર સામે લેવા ? તે વિશેની ભલામણ આ કાયદાને અનુષંગે કંટ્રોલિંગ ઓફિસરને કરવામાં આવે છે.
આ પણ વાંચોઃઆંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: પ્રજ્ઞાચક્ષુ મહિલાઓએ બનાવી ખાસ પ્રકારની વાનગીઓ
2013થી અત્યાર સુધીમાં ગુજરાતમાં કેટલા કેસ