ગુજરાત

gujarat

ETV Bharat / city

Rath yatra 2021: રથયાત્રા કાઢવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે- લક્ષ્મણદાસ - અમદાવાદ અપડેટ્સ

આ વર્ષે રથયાત્રા (Rath Yatra 2021) નિકળશે કે નહીં તેને લઈને ભક્તોમાં પણ મૂંઝવણમાં મુકાયા છે. જોકે, ગયા વર્ષે જગતના નાથ જગન્નાથની રથયાત્રા નીકળી શકી ન હતી. શહેરીજનો ઈશ્વરના નગરચર્યાના દર્શન ન કરી શકવાથી નિરાશ થયા હતા, પરંતુ આ વખતે રથયાત્રા નીકળે તેવો દ્રઢ નિર્ધાર કરાયો છે. જો રથયાત્રા નીકળશે તો કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પણ આમંત્રણ મળી શકે છે.

Rath yatra 2021
Rath yatra 2021

By

Published : Jun 26, 2021, 11:06 AM IST

  • આ વર્ષે રથયાત્રા નીકળવી જોઈએ: લક્ષ્મણદાસ
  • કોરોનાની ત્રીજી લહેર હજી દૂર
  • ગયા વર્ષે રથયાત્રા ના નીકાળી છત્તા કોરોનાથી હજારોના મૃત્યુ થયા

અમદાવાદ: ગયા વર્ષે કોરોનાને કારણે ભગવાન જગન્નાથની રથયાત્રા (Rath Yatra 2021) નીકાળવા ઉપર હાઇકોર્ટ દ્વારા પ્રતિબંધ આપવામાં આવ્યો હતો. તે પૂર્વે ભગવાનના મોસાળ સરસપુરમાં આવેલા રણછોડરાય મંદિરના મહંત લક્ષ્મણ દાસજીએ રડતા-રડતા માધ્યમો સમક્ષ કહ્યું હતું કે, જો રથયાત્રા નહીં નીકળે તો તેઓ આપઘાત કરશે. પરંતુ ત્યારબાદ નેતાઓની સમજાવટથી તેઓ સમજી ચૂક્યા હતા.

કોરોનાથી સૌ કોઈ દુઃખી છે: લક્ષ્મણદાસ

લક્ષ્મણદાસજીએ આ વખતે રથયાત્રા નીકળવી જ જોઈએ, તેવું ભારપૂર્વક જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે, ગયા વર્ષે પણ રથયાત્રા નહોતી નીકળી તેમ છતાં કોરોનાની બીજી લહેર આવી અને હજારો લોકો મૃત્યુ પામ્યા. તેનું તેમને અને સર્વે સંતોને સહિત સમગ્ર દેશને દુઃખ છે. પરંતુ એવું લાગી રહ્યું છે કે, આ વર્ષે રથયાત્રા નીકળવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે. રથયાત્રા સાદાઈ પૂર્વક જરૂરથી નીકળવી જોઈએ. રથયાત્રાની કરવાથી ભક્તો પ્રસન્ન થાય છે. પ્રસન્નતા સ્વસ્થ રહેવાની ચાવી છે. જો ઉત્સવ ન હોય તો પ્રસન્નતા રહેતી નથી.

આ પણ વાંચો:Rathyatra 2021: રથયાત્રા સમિતિએ માંગી મંજૂરી, કોરોનાની મહામારીને ધ્યાને રાખી લેવાશે નિર્ણય

રથયાત્રા કાઢવા જનતા કરફ્યુ લગાવી શકાય

અત્યારે ગુજરાતના કોરોના નહિવત છે. જનતા કરફ્યુ કે કોરોનાની કડક ગાઈડલાઈન દ્વારા રથયાત્રા નીકાળી શકાય છે. જગન્નાથપુરીમાં પણ રથયાત્રાની કરવાની મંજૂરી આપી દેવાઇ છે. અમદાવાદની રથયાત્રામાં આયોધ્યા, હરિદ્વાર જેવા સ્થળોથી મોટાભાગે સાધુ-સંતો આવતા હોય છે. જો રથયાત્રા નહીં નીકળે તો તે લોકો પણ નિરાશ થશે. વળી રથયાત્રા ન નિકળવાથી લોકો પણ અતિ દુઃખી થયા છે. કોરોનાની ત્રીજી લહેરને હજી ઘણી નવેમ્બર-ડિસેમ્બરમાં આવી શકે છે. તેથી જો રથયાત્રા નીકળે તો ભગવાન જગન્નાથની કૃપા થશે અને કોરોનાની ત્રીજી લહેર ન આવે તેવી પ્રાર્થના તેઓ કરે છે. જો કે તેમ છતાં પરિસ્થિતિ અનુકૂળ ન હોય તો સરકાર જે નિર્ણય લેશે તેની સાથે સાધુ-સંતો સંમત હશે. જોકે, લોકો સરકારના હકારાત્મક નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો:અમદાવાદમાં જગન્નાથની રથયાત્રા પુર્વે જળયાત્રા નિહાળો

ABOUT THE AUTHOR

...view details