ભાજપ કમલમ ખાતે યોજાઈ IT સેલની બેઠક - amit malviya
અમદાવાદ: આગામી લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓએ પ્રચાર કરવાનો શરુ કરી દીધો છે. ભાજપના IT સેલની બેઠક પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મળી હતી. ભાજપ કમલમ ખાતે IT સેલની બેઠક કરવામાં આવી હતી. જેમાં બેઠકમાં તમામ કાર્યકતાઓને ભાજપના સોશિયલ મીડિયા પર કઈ રીતે કામ કરવું, તેને લઈ ને ચર્ચા અને માર્ગદર્શન આપવામા આવ્યું હતું. સોશિયલ મીડિયા પર વધારે સારી રીતે ભાજપ પક્ષનો પ્રચાર કરવો તેને લઈ ને ચર્ચા કરવામાં આવી.

BJP
સોશિલ મીડિયામાં ભાજપનું ચોકીદાર કેમ્પેઇન કઈ રીતે વધુ ને વધુ મજબૂત કરી શકાય, જેને લઈને અમદાવાદ જિલ્લાના ITસેલના કન્વીનરોને સમજાવામાં આવ્યું હતું. લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આ બેઠક મહત્વની તૈયારી અને પ્રચારને લઈને યોજવામાં આવી હતી. આ બેઠક ભાજપના રાષ્ટ્રીય ઇન્ચાર્જ અમિત માલવીયાની આગેવાનીમાં યોજાઈ હતી.
ભાજપના રાષ્ટ્રીય ઇન્ચાર્જ અમિત માલવીયાની આગેવાનીમાં IT સેલની બેઠક યોજાઈ