ગુજરાત

gujarat

ETV Bharat / city

Isudan Gadhvi Statement : ખાનગી સ્કૂલો પાંચ ટકા ફી વધારો પાછો નહીં ખેંચે તો અમે રોડ પર આંદોલન કરીશું - શાળાઓની ફીમાં પાંચ ટકાનો વધારો

પંજાબના નિર્ણયો ગુજરાતની ચૂંટણીઓને લઇને જાહેર કરવામાં આવતાં હોય તેમ ગુજરાતનું આપ એકમ તે જાહેરાતોને ભુનાવી રહ્યું છે.શાળાઓમાં ફી વધારાને લઇને આપ નેતા ઇશુદાન ગઢવીએ (Isudan Gadhvi Statement )આપેલી આંદોલનની ચીમકી અને પંજાબ સરકારનું કયું ઉદાહરણ અપાયું તે જાણવા ક્લિક કરો.

Isudan Gadhvi Statement : ખાનગી સ્કૂલો પાંચ ટકા ફી વધારો પાછો નહીં ખેંચે તો અમે રોડ પર આંદોલન કરીશું
Isudan Gadhvi Statement : ખાનગી સ્કૂલો પાંચ ટકા ફી વધારો પાછો નહીં ખેંચે તો અમે રોડ પર આંદોલન કરીશું

By

Published : Mar 31, 2022, 7:19 PM IST

અમદાવાદ -ગુજરાતમાં શિક્ષણ મુદ્દે આપ નેતા ઈશુદાન ગઢવીએ (Isudan Gadhvi Statement ) કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં 20 ટકા ખાનગી સ્કૂલોની ફી વધારો કર્યો છે એ પાછો લેવામાં નહીં આવે તો આંદોલન કરીશું. 20 ટકા ખાનગી સ્કૂલોની ફી વધારો કર્યો છે એમાં ભાજપના નેતાઓની મિલીભગતના લીધે ફી (Five Percent Fee Hike in Schools)વધી હોવાનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે.

ફી વધારો પાછો ખેંચવાને લઇને આપનું અલ્ટિમેટમ

ઓનલાઈન શિક્ષણ દરમિયાન પણ રાહત નથી આપી- ગત વર્ષે કોરોના દરમિયાન પણ શાળાઓમાં ઓફલાઈનની જગ્યાએ ઓનલાઇન શિક્ષણ ચાલુ હતું. છતાં પણ ખાનગી સ્કૂલો ફીમાં રાહત આપી નથી તેમ તેમણે (Isudan Gadhvi Statement )જણાવ્યું હતું. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર ખાનગી સ્કૂલોની ફી વધારા માટે જણાવી દીધું હોય તેવું લાગી રહ્યું છે. અમે ગુજરાત સરકાર પાસે માંગ કરી છે કે ખાનગી સ્કૂલ પાંચ ટકાનો (Five Percent Fee Hike in Schools) વધારો કર્યો છે એ પાછો ખેંચે તે ઉપરાંત એ frc માં વાલીમંડળના સભ્યોનો સમાવેશ કરવામાં આવે અને સ્કૂલો દ્વારા ત્યાંથી જ ડ્રેસ ચોપડા ખરીદવા માટે જે ફરજ પાડવામાં આવે છે એ બંધ કરવામાં આવે. આ ઉપરાંત તેમણે કહ્યું કે સરકારી સ્કૂલો બંધ કરીને તે બધા બાળકોને ખાનગી સ્કૂલોમાં લાવવાનું સરકાર દ્વારા ષડ્યંત્ર ચાલી રહ્યું છે.

આ પણ વાંચોઃ ઈશુદાન ગઢવીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અમિત શાહના રિમોટ કંટ્રોલ

પંજાબ સરકારનું ઉદાહરણ આપ્યું-આ બાબતે ઇશુદાને પંજાબમાં ભગવંત માનની સરકારે મહત્વપૂર્ણ ફીને લઈને નિર્ણય કર્યો હતો તેના વિશે (Isudan Gadhvi Statement )જણાવ્યું હતું, આ વર્ષે કોઈપણ સ્કૂલ ફી વધારે નહીં શકે અને કોઈપણ સ્કૂલ યુનિફોર્મ અને પુસ્તક લેવા માટે ફોર્સ નહીં કરી શકે એવું પંજાબમાં કરવામાં આવ્યું છે.

આંદોલનની ચીમકી આપી - ઇશુદાન ગઢવી દ્વારા કહેવામાં આવ્યું કે જો આ નવા સત્રમાં ફી વધારો (Five Percent Fee Hike in Schools) પાછો ખેંચવામાં નહીં આવે તો અમે વાલીઓ સાથે મળીને રોડ પર આંદોલન(AAP Warning of agitation on fee issue) કરીશું.

આ પણ વાંચોઃ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાનું અમદાવાદ એરપોર્ટ ઉપર સ્વાગત

ઇન્દ્રનીલ વિશે આપી પ્રતિક્રિયા- રાજકોટના પૂર્વ એમ.એલ.એ ઇન્દ્રનીલ રાજ્યગુરુ આપ જોડાઈ શકે છે તે વિશે ઈશુદાન ગઢવી મોટું નિવેદન (Isudan Gadhvi Statement ) આપ્યું છે.ગઢવીએ(AAP Leader Isudan Gadhvi) કહ્યું હતું કે આમ આદમી પાર્ટી હંમેશા સારા લોકોને સ્વીકારવા માટે તત્પર છે એનાથી અમારી પાર્ટી વધુ મજબૂત બનશે.

ABOUT THE AUTHOR

...view details