- ઈસુદાન ગઢવીએ રાજકીય કારકિર્દીના શ્રીગણેશ કર્યા
- કલમને અલવિદા કહેનાર ઈસુદાન ગઢવી AAPમાં જોડાયા
- કેજરીવાલે ખેસ પહેરાવી પાર્ટીમાં ઈસુદાન ગઢવીનું કર્યું સ્વાગત
અમદાવાદ: દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ( Chief Minister Arvind Kejriwal ) સોમવારના રોજ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે, આપની રણનીતિ અંગે બેઠકનું આયોજન કર્યું હતું. આ દરમિયાન, અરવિંદ કેજરીવાલની હાજરીમાં પત્રકાર ઈસુદાન ગઢવી ( isudan gadhvi ) આમ આદમી પાર્ટીમાં ( Aam Admi Party Gujarat ) જોડાયા હતા. આથી, ઈસુદાન ગઢવીને અરવિંદ કેજરીવાલે આપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા.
આ પણ વાંચો:ARVIND KEJRIWAL GUJARAT VISIT: દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ ગુજરાત પ્રવાસે, રાજ્યના રાજકારણમાં ગરમાવો
કેજરીવાલે રાજકીય કારકિર્દીના શ્રીગણેશ કરી
ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે અમદાવાદ સરકીટ હાઉસ ખાતે એક ખાસ બેઠક યોજી હતી. જેમાં, ઈસુદાન ગઢવીએ તેમની સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત પરથી સ્પષ્ટ થઈ ગયું હતું કે, ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં પોતાની રાજકીય કારકિર્દીના શ્રીગણેશ કરી રહ્યા છે. પત્રકાર પરિષદમાં ઈસુદાન ગઢવીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, છેલ્લા 15-16 વર્ષથી મારી પત્રકારની કારકિર્દીમાં મેં ક્યારેય વિચાર્યું ન હતું કે એક દિવસ આ સ્ટેજ પર પહોંચી જઈશ. મારી કોઈ નેતા બનવાની મહેચ્છા ન હતી. વર્ષોથી એક પત્રકાર તરીકે દિલથી લોકોની સેવા કરી રહ્યો હતો. ગુજરાતમાં બદલાવ લાવવાનો છે અને તેની માટે જ રાજકારણમાં આવ્યો છું. લોકો કહેતા હતા કે મતદાન તો કરવું જ છે. પરંતુ, ગુજરાતમાં એવો કોઈ ત્રીજો વિકલ્પ નથી એટલે કોને મતદાન કરીએ ત્યારે હું કહું છું કે તમારી સામે હવે એક પ્રમાણિક ત્રીજો વિકલ્પ હું રજૂ કરીશ. ગુજરાતની જનતાને આહ્વાન કરું છું કે સાથ આપે. તેમણે કહ્યું કે, ભાજપ ગુજરાતમાં લોકપ્રિય નથી. પરંતુ, હાલ સુધી ગુજરાતની જનતા પાસે કોઈ વિકલ્પ ન હતો.
આ પણ વાંચો:Gujarat Assembly Election 2022: આમ આદમી પાર્ટી 182 સીટ પર લડશે ચૂંટણી: અરવિંદ કેજરીવાલ
કેવી રીતે લોકપ્રિય બન્યા ઈસુદાન ગઢવી
ખાનગી ન્યૂઝ ચેનલમાં એડિટર પદ પર રહેલા ઈસુદાન ગઢવીએ ન્યૂઝ ચેનલ માંથી રાજીનામું આપીને રાજકીય કારકિર્દીમાં જોડાયા છે. ખાનગી ન્યૂઝ ચેનલમાં પ્રાઇમ ટાઇમ કાર્યક્રમથી લોકપ્રિય અને ગુજરાતની જનતાના દિલ જીતી લીધા હતા. ત્યારે, હવે તેઓ પત્રકારત્વ છોડીને એક નવા લક્ષ્ય તરફ આગેકૂચ કરી રહ્યા છે.