અમદાવાદ: નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન આઈ ક્રિએટ કે જેનું ઉદ્ઘાટન 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થયું હતું, તેણે ઇઝરાયેલના સ્ટાર્ટઅપ નેશનલ સેન્ટ્રલ સાથે MOU સાઈન કર્યા હતા.
I Create અને ઇઝરાયેલના સ્ટાર્ટઅપ નેશનલ સેન્ટ્રલ વચ્ચે MOU સાઇન થયા
નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન આઈ ક્રિએટ (I create)નું ઉદ્ઘાટન 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થયું હતું. તેણે ઇઝરાયેલના સ્ટાર્ટઅપ નેશનલ સેન્ટ્રલ સાથે MOU સાઈન કર્યા હતા.
જાણીતા NGO આઈ ક્રિએટ અને ઇઝરાયેલના સ્ટાર્ટઅપ નેશનલ સેન્ટ્રલ વચ્ચે MOU સાઇન થયા હતા. આ પ્રસંગે આઈ ક્રિએટના CEO અનુપમ જલોટ, એડિશનલ ચીફ સેક્રેટરી એમ. કે. દાસ, એમ્બેસેડર ઓફ ઈઝરાઈલ ટુ ઈન્ડિયા ડો. રોન માલકા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં આઈ ક્રિએટનું ઉદ્ઘાટન કર્યુ હતું. તે સમયે પણ તેમણે યુવાનોને સતત ઇનોવેશન કરવાની પ્રેરણા પૂરી પાડી હતી. આ MOUના પગલે ભારત તેમજ ઇઝરાયેલના યુવાનોને એક સારું પ્લેટફોર્મ મળી રહેશે.