અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચીનમાંથી પરત આવનારા દર્દી માટે SVP હોસ્પિટલમાં 30 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 7 વેન્ટિલેટર અને 1 પીડિયાટ્રિક વેન્ટિલેટર રખાશે.
કોરોના વાયરસને પગલે અમદાવાદની SVP હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
ચીનમાં કોરોના વાયરનો સકંજો દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોનાની અસર સમગ્ર વિશ્વમાં થઇ રહી છે. ભારતના લોકો પણ કોરોનાના ભરડામાં સંપડાયા છે. જેથી ચીનમાંથી પરત આવનારા લોકો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.
![કોરોના વાયરસને પગલે અમદાવાદની SVP હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5960399-607-5960399-1580844182792.jpg)
SVP હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ
આ સાથે જ હોસ્પિટલમાં 12 બેડનો ICU રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 2 લાખ જેટલા ત્રિપલ લેયર માસ્ક, 950 જેટલા N-95 માસ્ક અને 2 લાખ ડિસ્પોઝેબલ કેપ તૈયાર કરવામાં આવ્યાં છે. આ હોસ્પિટસમાં 24 કલાક સારવાર માટે ડૉક્ટરોની ટીમ પણ તૈનાત રહેશે. જે તપાસ દરમિયાન કોઇ વ્યક્તિ શંકાસ્પદ જણાશે તો તેને સારવાર આપશે.
SVP હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ