ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદની એવલોન હોટેલમાં મળશે આઇસોલેશનની સુવિધા - AHMEDABAD DAILY NEWS

રાજ્ય સહિત અમદાવાદમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી છે અને પરિણામે અનેક હોસ્પિટલમાં બેડ પણ ફૂલ થયા છે. ક્યાંક ઓક્સિજનની અછત સામે આવી છે તો ક્યાંક હોસ્પિટલમાં જગ્યા નથી મળી રહી ત્યારે આ વચ્ચે એવી હોટેલ છે કે, જ્યાં ખાસ સેલ્ફ ક્વોરન્ટાઈન પેકેજ શરૂ કરાયા છે.

અમદાવાદની એવલોન હોટેલમાં મળશે આઇસોલેશનની સુવિધા
અમદાવાદની એવલોન હોટેલમાં મળશે આઇસોલેશનની સુવિધા

By

Published : May 17, 2021, 2:38 PM IST

  • સેલ્ફ ક્વોરન્ટાઈન પેકેજ શરૂ કરતી હોટેલ
  • અમદાવાદની એવલોન હોટેલ આપી રહી છે સંપૂર્ણ સુવિધા
  • મેડિકલ સ્ટાફ સહિત ચોવીસ કલાક ઓક્સિજનની સુવિધા
  • રાજ્ય સરકારના સહયોગથી શરૂ કરાઈ છે નવી વ્યવસ્થા

અમદાવાદ:રાજ્યભરમાં કોરોના મહામારી પોતાનો અસલ મિજાજ દેખાડી રહી છે. પરિણામે દર્દીઓની સંખ્યા વધતા ઓક્સિજન, ઈન્જેકશન અને બેડ સહિતની અછત ઊભી થઈ છે. ત્યારે આ વચ્ચે અમદાવાદની એવલોન હોટેલ કે જ્યા સેલ્ફ ક્વોરન્ટાઈન પેકેજ શરૂ કરાયું છે.

ખાસ સેલ્ફ ક્વોરન્ટાઈન પેકેજ શરૂ કરાયા છે

રાજ્ય સહિત અમદાવાદમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી છે અને પરિણામે અનેક હોસ્પિટલમાં બેડ પણ ફૂલ થયા છે. ક્યાંક ઓક્સિજનની અછત સામે આવી છે તો ક્યાંક હોસ્પિટલમાં જગ્યા નથી મળી રહી ત્યારે આ વચ્ચે એવી હોટેલ છે કે, જ્યાં ખાસ સેલ્ફ ક્વોરન્ટાઈન પેકેજ શરૂ કરાયા છે. જ્યાં દર્દીઓને આરામ અને આધુનિક સુવિધા સાથે હોટલોમાં રાખવામાં આવી રહ્યાં છે. ત્યારે આવી જ એક હોટલની આપણે વાત કરીશું કે જે અમદાવાદમાં આવેલી છે.

અમદાવાદની એવલોન હોટેલમાં મળશે આઇસોલેશનની સુવિધા

આ પણ વાંચો:રામનગર ગામને 2 વખત કરાયું સેનિટાઇઝ, પંચાયતે જાતે જ આઇસોલેશન બેડ કર્યા ઉભા કર્યા

સેલ્ફ કવોરન્ટાઈન પેકેજ હેઠળ દર્દીને શ્રેષ્ઠ સારવાર મળી રહે તેવો પ્રયાસ

અમદાવાદમાં આવેલી એવલોન હોટલ કે જ્યાં ખાસ કોરોના દર્દીઓ માટે હાઈ સ્પીડ ઈન્ટરેનટ, ત્રણ ટાઈમનું જમવાનું ચા-કોફી નાસ્તા સહિત 24 કલાક ઓક્સિજન અને ICU સહિતની તમામ સુવિધા આપવામાં આવી રહી છે. આ અંગે હોટેલના સંચાલક સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને એઈમ્સના સંયુક્ત સહયોગથી આ હોટેલને હોસ્પિટલમાં કન્વર્ટ કરવામાં આવી છે. અહીં મેડિકલ સ્ટાફ નર્સિંગ સ્ટાફ સહિત 24 કલાક ઓક્સિજનની પણ સુવિધા ઉપલબ્ધ છે. રાજ્ય સરકારના સહયોગથી એક નવી વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેમ જણાવ્યું હતું. આ સેલ્ફ કવોરન્ટાઈન પેકેજ હેઠળ દર્દીને શ્રેષ્ઠ સારવાર મળી રહે તેવો પ્રયાસ કરાયો છે.

આ પણ વાંચો:ખેડામાં પ્રકૃતિની વચ્ચે ઉભું કરવામાં આવ્યું કોરોનો સેન્ટર

હાલ આ હોસ્પિટલમાં 60 ટકા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે

આ હોટેલમાં સ્પેશિયાલ્સિસ્ટ ડોકટર તપન શાહ પણ જોડાયા છે. અહીં કોરોનાની દરેક માર્ગદર્શિકાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, પરંતુ દર્દીઓ માટે હોસ્પિટલના ચાર્જીસ પણ વ્યાજબી દરે રાખવામાં આવ્યા છે. જેથી દરેક લોકો તેનો લાભ લઈ શકે. હાલ આ હોસ્પિટલમાં 60 ટકા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ત્યારે એક પેશન્ટ પારૂલ રાણા કે, જેઓ હાલ અહીં સારવાર લઈ રહ્યા છે. તેમની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અહીં સંપૂર્ણ સુવિધા મળી રહી છે અને સતત સ્ટાફ દ્વારા દર્દીની દેખભાળ રાખવામાં આવી રહી છે. મહત્વનું છે એક તરફ કોરોના વધતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. ત્યારે એવલોન જેવી હૉટેલ્સ દર્દીઓ માટે આશિર્વાદરૂપ બની રહી છે.

ABOUT THE AUTHOR

...view details