- કોવિડ પોઝિટિવના કેસમાં HRCT ટેસ્ટ કરાવાય છે
- HRCT આ ટેસ્ટ કેટલો સલાહભર્યો
- શા માટે અને કયારે કરાવાય છે HRCT ટેસ્ટ
અમદાવાદઃ કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવે ત્યારે તે વ્યક્તિ દ્વારા અન્ય લોકોને કે પરિવાજનોને સંક્રમણ ન ફેલાય તે માટે સરકાર દ્વારા દર્દીના ધરને કોરોના સંક્રમિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે છે. દર્દી હોમ આઇસોલેશનમાં હોય ત્યારે અન્ય વ્યક્તિઓ તેનાથી અંતર જાળવે, આ દર્દી થકી પડોશી કે તેના ઘરના સભ્યોને જ સંક્રમણ ન થાય તેની સાવચેતીના ભાગરૂપે ઘરની બહાર આ પ્રકારના સ્ટીકર લગાવવામાં આવે છે, પરંતુ કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં ઘણાય પરિવારો આ સમગ્ર પ્રક્રિયાથી બચવા પણ HRCT ટેસ્ટ કરાવી રહ્યાં છે જે તબીબી દ્રષ્ટિએ સલાહભર્યુ નથી.
- શું છે HRCT (હાઇ રિઝોલ્યુશન કોમ્પ્યુટર ટ્રોમોગ્રાફી)?
રેડિયો ડાયગ્નોસીસમાં HRCTનો ઉપયોગ ફેફસામાં વાઇરસની અસર જોવા માટે કરાવવામાં આવે છે, પરંતુ તે ક્યારેય કરાવવો જોઇએ તે માટેના તબક્કા નિર્ધારિત છે. કોરોના વાઇરસથી સંક્રમણના શરૂઆતના તબક્કામાં એટલે કે ઇન્ક્યુબેશન ફેઝમાં દર્દી હોય ત્યારે તબીબો આ ટેસ્ટ કરાવવાની સલાહ આપતાં નથી. તાવ આવવો, માથુ દુખવું જેવા સામાન્ય લક્ષણો ધરાવતાં દર્દી માટે આ ટેસ્ટની જરૂરિયાત રહેતી નથી.
- પ્રોગેસિવ ટેસ્ટમાં વાયરસ ફેફસાં સુધી પહોંચે
ડૉકટર પંકજ અમીનના જણાવ્યા અનુસાર કોરોના વાઇરસના પ્રાથમિક તબક્કામાં મોટાભાગે એચઆરસીટી સામાન્ય જ આવે છે. ત્યારબાદના પ્રોગ્રેસીવ ટેસ્ટમાં વાઇરસ ફેફસા સુધી પહોંચે ત્યારે એચઆરસીટી ટેસ્ટમાં લક્ષણો જણાઇ આવે છે. વાઇરસનું સંક્રમણ ગંભીર બને ત્યારે બંને બાજુના ફેફસા ભરાઇ જાય અને વધારે પડતો સ્કોર જોવા મળે છે. ત્યારબાદ ફેફસામાં રીગ્રેસનનો સ્ટેજ આવે છે એટલે કે ફેફસામાં વાઇરસનું સંક્રમણ વધવા લાગે છે.
- 4થી 5 દિવસમાં વાયરસનું સ્ટેજ બદલાય છે
HRCTમાં દર 4થી 5 દિવસમાં વાઇરસનું સ્ટેજ બદલાય છે, તેનુ સ્વરૂપ બદલાતુ જોવા મળે છે. એટલે કે, જો વાઇરસે ફેફસામાં ગંભીર રીતે નુકસાન પહોંચાડ્યુ હોય તો 14થી 28 દિવસ દરમિયાનમાં એચઆરસીટીમાં બદલાવ જોવા મળે છે.
- બીજા તબક્કામાં HRCT ટેસ્ટ કરાવવાની સલાહ અપાય છે