અમદાવાદ: કોરોના મહામારી વચ્ચે કોરોનાના નકલી ઇન્જેક્શનનું રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપાયું હતું. આ કૌભાંડના તાર સુરતથી અમદાવાદ અને હવે SVP હોસ્પિટલના કમ્પાઉન્ડ સુધી પહોંચ્યા છે. પોલીસનું કહેવું છે કે હર્ષ ઠાકોરે આ જથ્થો SVP હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ડિલિવર કર્યો હતો. જેને લઈ હવે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે. જો.કે સોશિયલ મીડિયામાં કેટલાક ફોટો વાયરલ થયા છે. જેમાં હર્ષ ઠાકોરના પિતા ભરતભાઇ ઠાકોર અને સૌરભ ઠાકોર જોવા મળી રહ્યા છે. જેઓના આ ફોટા ભાજપના અગ્રણી નેતાઓ સાથેના હોવાથી લોકોમાં નકલી ઇન્જેક્શનમાં શું ભાજપનું પણ કનેક્શન છે તેવો સવાલ ઉપસ્થિત થયો છે.
નકલી ઇન્જેક્શન મામલામાં શું ભાજપનું કનેક્શન?? ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે તાજેતરમાં નકલી ઇન્જેક્શનનું રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આ કૌભાંડને લઈને 5 લોકો સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો કે આ નકલી ઇન્જેક્શન સુરતથી લાવીને SVP હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ડિલિવર કર્યો હતો તેવું એસીપી એલ બી ઝાલાએ જણાવ્યું છે. જેમાં અમદાવાદના બોડી બિલ્ડર એવા હર્ષ ઠાકોરનું પણ નામ સામે આવ્યું છે. જે સુરતથી નકલી ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનો જથ્થો લાવીને વેચાણ કરતો હોવાનું ખુલ્યું હતું.
નકલી ઇન્જેક્શન મામલામાં શું ભાજપનું કનેક્શન?? નકલી ટોસિલિઝુમેબ ઇન્જેક્શન કૌભાંડના તાર સુરત અને અમદાવાદ સુધી ફેલાયા છે. જેમાં સૌથી મોટા આ કૌભાંડની વાત કરીએ તો અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં એડમિટ કોરોનાના દર્દીના પરિવારે બિલ વગર 1.35 લાખ રૂપિયામાં ટોસિલિઝૂમેબ ઇન્જેક્શન મેળવ્યા હતા. જે નકલી હોવાનું બહાર આવતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ કરતા સાબરમતી પાસે આવેલી મા ફાર્મસી નામની દુકાનના માલિક અક્ષય અને આશિષ શાહ પાસેથી દર્દીના સગાએ ખરીદ્યા હતા.
નકલી ઇન્જેક્શન મામલામાં શું ભાજપનું કનેક્શન?? આ ઇન્જેક્શન બાબતે દુકાનમાં તપાસ કરતા ટોસિલિઝૂમેબ ઇન્જેક્શન મળ્યા ન હતા. જેથી બંનેની પૂછપરછ કરતા ચાંદખેડાના રહેવાસી અને બોડી બિલ્ડર એવા હર્ષ ઠાકોર પાસેથી SVP હોસ્પિટલ પાસે આવી 80,000માં ખરીદ્યા હતા. જેથી હર્ષ ઠાકોર આ ઇન્જેક્શન આપતો હોવાને લઇ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હર્ષને SVP હોસ્પિટલમાં બોલાવી પૂછપરછ કરતા પાલડીમાં પ્રોટીન પાવડરનું વેચાણ કરતા નિલેશ લાલીવાલાનું નામ ખુલ્યું હતું. આરોપી હર્ષ ઠાકોરે નકલી ટોસિલિઝૂમેબના 50 હજાર રૂપિયામાં નરેશ ચૌધરી નામના વ્યક્તિને આપ્યા હતા. જ્યારે 80 હજાર રૂપિયામાં મા ફાર્મસીના અક્ષય શાહને આપ્યા હતા. નિલેશે સ્ટીરોઇડ ઇન્જેક્શન સુરતના સોહેલ પાસેથી ખરીદ્યા હતા અને આ ઇન્જેક્શન હર્ષએ અન્ય વ્યક્તિને બિલ વગર વેચ્યા હોવાનું ખુલ્યું હોવાનું એસીપી એલ બી ઝાલાએ જણાવ્યું હતું.જેને લઈ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેની તપાસ અને મામલો ગંભીર હોવાથી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે.
નકલી ઇન્જેક્શન મામલામાં શું ભાજપનું કનેક્શન?? બીજી તરફ સોશિયલ મીડિયામાં કેટલાક ફોટા વાઇરલ થયા છે જેમાં એક પ્રશ્નએ પણ લોકોમાં ચર્ચાનું જોર પકડ્યું છે કેમકે વી.એસ.હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ઓફીસના પ્યુન તરીકે કાર્યરત ભરત ઠાકોરના પુત્ર હર્ષ ઠાકોર હોવાનું બહાર આવ્યું છે. જેમાં ભરત ઠાકોર ભાજપના કાર્યકર અને મેયર બીજલ પટેલ,શાસક પક્ષના નેતા અમિત શાહ અને સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન અમૂલ ભટ્ટ સાથે ઘરોબો ધરાવે છે. ભરત ઠાકોર ની સાથે સાથે તેનો પુત્ર હર્ષ ઠાકોર પણ મેયર સાથે ઘરોબો ધરાવે છે.
નકલી ઇન્જેક્શન મામલામાં શું ભાજપનું કનેક્શન?? વિશ્વસનીય સૂત્રો તરફથી ઇટીવી ભારતને મળતી માહિતીમાં ભરત ઠાકોર પરિવારજન ના નામે સ્વામીબાપા મેડિકલ સ્ટોર પણ બનાવ્યો છે જે વી.એસ. હોસ્પિટલ ની સામે જ આવેલો છે અને આ મેડિકલ સ્ટોર માં ભાગીદાર તરીકે પણ વી.એસ. હોસ્પિટલના RMO હોવાનું જાણવા મળ્યું છે જો.કે તેની પુષ્ટિ થઈ નથી. પરંતુ હોસ્પિટલની સાંઠ ગાંઠ કરીને અનેક કાળા કામો કરી શકે. એસ.વી.પી. હોસ્પિટલના પ્રાંગણમાં ડુપ્લીકેટ ઇન્જેક્શનનો સોદો થયો હોવાથી શંકા ની સોય તમામ દિશામાં ફરી રહી છે કે શું આ નકલી ઇન્જેક્શન કાંડ માં મેયર,પક્ષ ના નેતા કે સ્ટેન્ડિંગ ના ચેરમેન પણ સંકળાયેલા છે કે શું ?
નકલી ઇન્જેક્શન મામલામાં શું ભાજપનું કનેક્શન?? જો કે, બીજી તરફ ઇટીવી ભારતના સંવાદદાતા પાર્થ શાહને મળતી માહિતી પ્રમાણે અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટા પ્રમાણે હર્ષ ઠાકોરના રાજકીય નેતાઓ સાથેના ફોટા જોવા મળ્યા છે. જેમાં હર્ષ ઠાકોરના પિતા ભરત ઠાકોરએ રાજકીય હબ ધરાવે છે. જ્યારે અન્ય એક નામ સામે આવ્યું છે તે સૌરભ ઠાકોર છે. જે હર્ષ ભરતભાઇ ઠાકોરના પરિવારજનમાં સભ્ય છે. સૌરભ ઠાકોરએ હોસ્પિટલમાં સેનેટરી ઇન્સ્પેક્ટર અને ભાજપમાં આગવું સ્થાન ધરાવે છે. પરંતુ સવાલ અહીં એક એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે આટલું મોટું કૌભાંડ અને તે પણ જ્યારે વિશ્વમાં સૌથી મોટી બીમારી સાથે સામાન્ય, મધ્યમ અને ગરીબવર્ગ પીસાઈ રહ્યો હતો ત્યારે તેની ગંધ શું રાજકીય નેતાઓને ન હતી? ભરત ઠાકોર રાજકીય હબ ધરાવે છે પરંતુ તેમનો દીકરો શું કરી રહયી છે તેની કોઈને જાણ ન હતી ? હોસ્પિટલમાં આટલું મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું તો તે કોની રહેમરાહે ચાલી રહ્યું હતું? તેવા અનેક સવાલો સોશિયલ મીડિયામાં થયેલા ફોટા વાયરલ બાદ લોકોમાં ઉપસ્થિત થઈ રહ્યા છે. ત્યારે હવે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ નવા ખુલાસો શું કરે છે તે તો જોવું રહ્યું છે.
નકલી ઇન્જેક્શન મામલામાં શું ભાજપનું કનેક્શન??