ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરે તૈયાર કરી આર્યનની ઉણપને દૂર કરતી કુકીઝ

ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં ફૂડ સાયન્સ એન્ડ ન્યુટ્રીશીયન વિભાગ શરૂ કરાયો છે. જ્યારે આ વિભાગમાં ખાસ પ્રકારના કૂકીઝ તૈયાર કરવામાં આવ્યા છે. આ કૂકીઝ મહિલાઓમાં જોવા મળતી આયર્નની ઉણપને દૂર કરશે. સાયન્સ એન્ડ ન્યુટ્રીશન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર રીચા સોની દ્વારા તૈયાર કરાયેલા આ કૂકીઝ યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતી 250થી વધુ વિદ્યાર્થીનીઓ અને યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પણ વિદ્યાર્થિનીઓનો આપવામાં આવશે.

આયર્નની ઉણપને દૂર કરતા કૂકીઝ તૈયાર કર્યા
આયર્નની ઉણપને દૂર કરતા કૂકીઝ તૈયાર કર્યા

By

Published : Apr 10, 2021, 4:36 PM IST

  • આયર્નની ઉણપને દૂર કરતા કૂકીઝ તૈયાર કર્યા
  • આ કૂકીઝ રોગપ્રતિકારક શક્તિ વધારશે
  • ગુજરાતમાં 15થી 49વર્ષની મહિલાઓ ડેફિસનસી એનિમિયાથી પીડાઈ રહી છે

અમદાવાદ:સામાન્ય રીતે જોવા જઈએ તો, ભારતમાં સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના ડેટાની વાત કરવામાં આવે તો અને ગુજરાત માટે આ આંકડાઓ પર નજર કરવામાં આવે તો ઘણા ચોંકાવનારા છે. જેમાં 15થી 49 વય મર્યાદાની 95 ટકા મહિલાઓ આયર્ન ડેફિસનસી એનિમિયાથી પીડાઈ રહી છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીના લાઈફસાયન્સ ડિપાર્ટમેન્ટમાં ફૂડ સાયન્સ એન્ડ ન્યુટ્રીશન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.

આ કૂકીઝ રોગપ્રતિકારક શક્તિ વધારશે

આ પણ વાંચો:હોમમેઇડ જલેબી સાથે તમારી બાળપણની યાદોને વાગોળો

હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં આપે છે

આ મામલે લાઈફ સાયન્સના ડિપાર્ટમેન્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. રીચા સોનીએ જણાવ્યું કે, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હિમાંશુ પંડ્યાની પ્રેરણાથી આ શક્ય બન્યું છે, ત્યારે યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને બ્રેકફાસ્ટ લંચ અને ડિનર આપીએ છીએ. તેમાં થોડું એડિશનલ કરીને એવું કંઈક આપવામાં આવે છે. જેનાથી તેઓનું માઈક્રો ન્યુટ્રીશન બેલેન્સ કરી શકાય અને તેમની ઇમ્યુનિટી પોસ્ટ કરી શકાય. જેથી અમે આ પ્રકારના કૂકીઝ બનાવ્યા હતા. જેને ન્યુટ્રીશીયન બાઈટ્સ નામ આપ્યું છે. આ કૂકીઝમાં સોયાબીન, જુવાર, પિનટ ,સુગર, ફેટ, સીનમન જીંજર, કોકો પાવડર બેકિંગ પાવડર વિટામિન્સ મિનરલ્સના ઉપયોગથી બનાવ્યા છે.

યુનિવર્સિટીને આ બે કૂકીઝનું પેકેટ 20 રૂપિયામાં પડશે

આ કુકીઝમાંથી 34 ટકા પ્રોટીન 80 ટકા આયર્ન 50 ટકા કેલ્શિયમ વિટામિન A ઝીંક પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત કુકીઝમાંથી કાર્બોહાઈડ્રેટ, ફાઇબર, b1,b2 વિટામિન E પ્રાપ્ત થાય છે. બે કૂકીઝ એક સપ્તાહમાં 3 વાર એમ એક વિદ્યાર્થિનીને આપીશું. જ્યારે આ કૂકીઝ વિદ્યાર્થિનીને ફ્રી આપવામાં આવશે. યુનિવર્સિટીને આ બે કૂકીઝનું પેકેટ 20 રૂપિયામાં પડશે. જ્યારે યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની વિદ્યાર્થીનીઓને પણ આપવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓમાં માઈક્રો ન્યુટ્રિસિયન ઉણપ ના રહે.

આ પણ વાંચો:અમદાવાદમાં યોજાયો એક અનોખો કુકિંગ વર્કશોપ

6 મહિના સુધી કૂકીઝ આપવામાં આવશે

આમ તો હોસ્ટેલમાં કોઇ સર્વે કરાયો નથી, પણ જે વિદ્યાર્થિની અમારી પાસે આવે છે, જે 22 વર્ષની આસપાસ હોય છે. જેમને માઈક્રોસ્ટેશન બેલેન્સ ડાયટની ખૂબ જ જરૂર હોય છે. આ કૂકીઝથી યુવતીઓમાં આયર્ન કેલ્શિયમ ઝીંક પ્રોટીનની ઉણપથી થતું નુકસાન ઓછું જોવા મળશે. ત્યારે 6 મહિના સુધી આ પ્રકારે કૂકીઝ આપવામાં આવશે અને તેની કેટલી અસર થઈ છે, તે માટે કોઈ સુધારો કરવાનું છે કે નહી તે ચેક કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details