- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી પકડાયેલ સટ્ટોડિયાને મદદ કરવાના કેસમાં IBના PSIની સંડોવણી
- તપાસમાં સામે આવ્યો ચોંકાવનારો ખુલાસો
- PSIની ધરપકડ બાદ જામીન પર મુક્ત કરવામાં આવ્યો
અમદાવાદ : રાજ્યમાં ક્રિકેટનો સટ્ટો રમનારની તો ઘણી ધરપકડ કરવામાં આવી પરંતુ સટ્ટામાં PSI ની સંડોવણી હોવાનું પહેલીવાર સામે આવ્યું છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલુ મેચમાં લાઈવ ક્રિકેટ સટ્ટો રમતા બે સટ્ટોડિયા ઝડપાયા બાદ પોલીસ તપાસમાં ચોંકવનારો ખુલાસો સામે આવ્યો હતો. પોલીસે સિક્યોરિટી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હરિયાણાના બે સટ્ટોડીયાઓ મજૂર બની સ્ટેડિયમમાં ઘૂસ્યાં હતા.
આ પણ વાંચો : વડોદરામાં ક્રિકેટ સટ્ટોડિયાના ફોનમાંથી થયો નકલી માર્કશીટ ચોરવાના કૌભાંડનો પર્દાફાશ