- યુવતી સાથે સામુહિક દુષ્કર્મની ઘટના
- મહિલા ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઇ હતી ફરિયાદ
- આગળની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરશે
અમદાવાદ: આ કેસમાં કેટલીક વિગતો બહાર આવી છે. રાજકોટની યુવતીનો કેવી રીતે આ નરાધમો સાથે સંપર્ક થયો તે જાણવા મળ્યું છે. રાજકોટની યુવતી નોકરીની તલાશમાં અમદાવાદ આવી હતી. જ્યાં સ્નેપ ચેટ દ્વારા માલદેવ ભરવાડ નામના ઈસમ સાથે સંપર્ક થયો હતો. નોકરીની લાલચ આપી માલદેવે તેને મળવા બોલાવી હતી અને પ્રગ્નેશ અને જીતેન્દ્રપુરી સાથે યુવતીની મુલાકાત કરાવી હતી. જે બાદ આબુમાં કોર્પોરેટ ઇવેન્ટ છે તેમ કહીને યુવતીને આબુ લઈ જવામાં આવી હતી.
યુવતીને રહેવા માટે ફ્લેટ રાખ્યો હતો
આબુની રેડિસન બ્લુ હોટલમાં યુવતીને કેફી પીણું પીવડાવીને તેની સાથે ત્રણેય ઈસમોએ વારાફરતી દુષ્કર્મ આચર્યું અને તેનો ફોટો તથા વીડિયો બનાવ્યો હતો. યુવતી હોશમાં આવી ત્યારે તેને આ વાતની જાણ થઈ હતી. અમદવાદમાં આવ્યા બાદ યુવતી માટે ફ્લેટની વ્યવસ્થા કરીને આરોપીઓએ તેને ફ્લેટ પર રાખી હતી.
ચાલુ ગાડીમાં પણ દુષ્કર્મ કર્યું
જે બાદ 2જી ઓક્ટોબરે યુવતીને ગાંધીધામ નોકરી માટે જવાનું કહીને સાથે લઈ ગયા હતાં. જ્યાં હોટલમાં ડ્રગ્સનો નશો કરીને માલદેવ અને પ્રગ્નેશે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં યુવતીના ફોટો- વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને ફરીવાર દુષ્કર્મ આચર્યુ અને અમદાવાદ પરત ફરતી વખતે ચાલુ ગાડીમાં પણ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
ત્રણ બાદ ચોથો આરોપી પણ દુષ્કર્મ આચરવા લાગ્યો
ત્રણ ઈસમો બાદ જયમીન નામના ઇસમે પણ યુવતી સાથે અમદાવાદમાં દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે આરોપી પ્રજ્ઞેશની પત્ની નીલમે યુવતીનો પાસપોર્ટ અને પૈસા લઈને તેને મળવા માટે દબાણ કરતી હતી. આ પ્રકારના દુષ્કર્મથી કંટાળેલી યુવતીએ પોતાને મુક્ત કરવા માટે ઘણી વખત વાત કરી હતી. પરંતુ નરાધમોએ યુવતીને ગોંધી રાખીને તેની સાથે દુષ્કર્મ આચરતાં રહ્યાં હતાં.
યુવતીએ ચારેય વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
યુવતી એક દિવસ અચાનક જ તકનો લાભ લઈ ત્યાંથી નાસી ગઈ હતી અને તેના વકીલ પાસે પહોંચી હતી. જ્યાં વકીલની સલાહ બાદ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી. હવે આ ગુનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.
પ્રગ્નેશ અને જીતેન્દ્રપુરી હાલ અન્ય ગુનામાં સેન્ટ્રલ જેલમાં
આરોપીઓ અંગે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે 5 આરોપી પૈકી 2 આરોપી હાલ જમીન અંગેની છેતરપિંડીની નોંધાયેલી ફરિયાદમાં સોલા પોલીસ તરફથી ધરપકડ બાદ સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને તેમની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવશે.
ફરાર આરોપીઓની શોધખોળ શરૂ
3 આરોપી ફરાર છે જેમાં મુખ્ય આરોપી માલદેવ ભરવાડ છે. તેની હાલ તલાશ ચાલુ છે. જ્યારે મહિલા અને જયમીન નામનો આરોપી ફરાર છે. જેમની શોધખોળ હાલ ચાલુ છે. ભોગ બનનારી યુવતીના મેડિકલ ટેસ્ટ સહિતની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
અમદાવાદ: સામૂહિક દુષ્કર્મની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ, અત્યાર સુધીની તપાસમાં થયાં અનેક ખુલાસા - Crime
રાજકોટની 23 વર્ષીય યુવતી સાથે અમદાવાદમાં સામૂહિક દુષ્કર્મ થયાની ફરિયાદ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આ ફરિયાદની તપાસ હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.
સામૂહિક દુષ્કર્મની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ