ગુજરાત

gujarat

ETV Bharat / city

Intestine organ donation in Gujarat : સિવિલ હોસ્પિટલમાં ગુજરાતમાં પ્રથમ વખત નાના આંતરડાનું અંગદાન - કિડનીનું અંગદાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad civil hospital) બ્રેઇનડેડ રાજુભાઇ બજાણીયાના 7 મીટર લાંબા નાના આંતરડા (Intestine organ donation) અને બંને કિડનીનું અંગદાન (Kidney donation ) મળ્યું હતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોષીએ (Civil Hospital Superintendent Doctor Rakesh Joshi) જણાવ્યું હતું કે નાના આંતરડાનું રીટ્રાઇવલ અને પ્રત્યારોપણ પડકારજનક હોય છે. શરીરના સૌથી લાંબા અંગ નાના આંતરડાના પ્રત્યારોપણ કરવાની જરૂર ક્યારે પડે છે તે જાણીએ.

Intestine organ donation in Gujarat : સિવિલ હોસ્પિટલમાં ગુજરાતમાં પ્રથમ વખત નાના આંતરડાનું અંગદાન
Intestine organ donation in Gujarat : સિવિલ હોસ્પિટલમાં ગુજરાતમાં પ્રથમ વખત નાના આંતરડાનું અંગદાન

By

Published : Jul 25, 2022, 6:00 PM IST

અમદાવાદ -શરીરના સૌથી લાંબા અંગ નાના આંતરડાનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad civil hospital) દાન મળ્યું છે. ગુજરાતમાં નાના આંતરડાનું દાન (Intestine organ donation) મળ્યું હોવાનો આ પ્રથમ કિસ્સો છે. જેને મુંબઇની ખાનગી હોસ્પિટલમાં દાખલ 54 વર્ષના દર્દીમાં સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં નાના આંતરડાના દાન મળીને પ્રત્યારોપણ થયાના માત્ર 14 કેસ જ નોંધાયા છે.

દહેગામના બ્રેઇનડેડ 25 વર્ષીય યુવક રાજુભાઈ બજાણીયાના પરિવારે કર્યું અંગદાન

દહેગામના યુવકનું એક્સિડન્ટમાં મૃત્યુ -સમગ્ર વિગતો એવી છે કે, ગાંધીનગરના દહેગામમાં રહેતા 25 વર્ષીય રાજુભાઇ બજાણીયાને માર્ગ અકસ્માત નડતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. જેથી સધન સારવાર અર્થે 22 જુલાઇના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad civil hospital) દાખલ કરવામાં આવ્યા. 25 વર્ષના યુવક રાજુભાઇને સારવારના અંતે તબીબો દ્વારા 24 મી જુલાઇના રોજ બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યાં હતાં. પરિવારજનોએ અંગદાનનો હ્યદયસ્પર્શી નિર્ણય કરતા સિવિલ હોસ્પિટલના તબીબોએ અંગોના રીટ્રાઇવલના પ્રયત્નો હાથ ધર્યા હતાં.

અત્યંત જટિલ પ્રક્રિયા -રાજુભાઇ બજાણીયા યુવાન અને સ્વસ્થ હોવાથી અંગદાનમાં મહત્તમ અંગોના દાન મળવાની શક્યતા હતી. પરંતુ અંગદાનના જરૂરી માપદંડોમાં બંધબેસતા સમગ્ર રીટ્રાઇલની પ્રક્રિયાના અંતે બે કિડની (Kidney donation ) અને ગુજરાતના અંગદાનના ઇતિહાસમાં પ્રથમ વખત એમ નાના આંતરડાનું દાન (Intestine organ donation) મળ્યું હતું. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીનું (Civil Hospital Superintendent Doctor Rakesh Joshi) કહેવું છે કે, નાના આંતરડાનું દાન મેળવવું અત્યંત જટિલ પ્રક્રિયા છે. મોટાભાગે યુવાન બ્રેઇનડેડ દર્દીના અંગદાનમાં જ નાના આંતરડાનું દાન મેળવવું શક્ય બને છે. આ અગાઉ પણ 2 થી 3 દર્દીઓમાં નાના આંતરડાનું દાન મેળવવાની મહેનત હાથ ધરી હતી પરંતુ તેમાં સફળતા મળી ન હતી. રાજુભાઇ સ્વસ્થ હોવાથી તેમનું આંતરડું તમામ માપદંડોમાં બંધબેસતું હતું. વધુમાં જે દર્દીમાં આ આંતરડાનું પ્રત્યારોપણ કરવાનું હતુ તે દર્દીના આંતરડાની સાઇઝ સાથે રાજુભાઇના અંગદાનમાં મળેલા આંતરડાની સાઇઝ બંધબેસતાં આખરે નાના આંતરડાના દાન મેળવવામાં સફળતા મળી છે.

આ પણ વાંચોઃ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે સિવિલ હોસ્પિટલમાં 77 અંગદાન, દર્દીઓના અંધકારમય જીવનમાં ઉજાસ ફેલાયો

આંતરડાનું રીટ્રાઈવલ પડકારજનક-સિવિલ હોસ્પિટલના (Ahmedabad civil hospital) તબીબોએ ફરી વખત પોતાની કુશળતાનો પરચો બતાવીને અત્યંત જટીલ અને નામુમકીન કહી શકાય તે પ્રકારની રીટ્રાઇવલ સર્જરી હાથ ધરીને અન્યને નવજીવન આપ્યું છે. સિવિલ હોસ્પિટલના ડૉ. નીલેશ કાછડીયાએ સમગ્ર વિગતો આપતા જણાવ્યું હતું કે 600 થી 700 સે.મી.ની લંબાઇ ધરાવતા (Intestine organ donation) નાના આંતરડાને બ્રેઇનડેડ વ્યક્તિના શરીરમાંથી રીટ્રાઇવ કરવું અત્યંત પડકારજક હોય છે. જેમાં સિવિલ હોસ્પિટલના(Ahmedabad civil hospital) તબીબોને સફળતા મળી છે.

આ પણ વાંચોઃ Organ donation: અમદાવાદમાં 15 લોકોએ મૃત્યુ બાદ અંગદાન કર્યો નિર્ણય, પતિના અંગોના દાન કરવા માટે પત્નીનું સન્માન

શા માટે મુશ્કેલ હોય છે આ પ્રક્રિયા -નાના આંતરડાને પ્રત્યારોપણ કરવાની જરૂર ક્યારે પડે છે ? તો આ સવાલનો જવાબ એ છે કે શરીરના તમામ અંગોમાંથી સૌથી લાંબુ અને મહત્વનું અંગ એટલે નાનું આંતરડુ હોય છે . શરીરમાં 95 ટકા પોષક તત્વોને પચાવીને પાછા ખેંચવાનું કામ નાનું આંતરડું કરે છે. ઘણી વખત લોહીના ગઠ્ઠા પડી જવા એટલે કે થ્રોમ્બોસીસ થઇ જવાથી જેવા કારણોથી આંતરડાની ધોરી નસમાં બ્લોક થઇ જાય છે અથવા તો ઇજાના કારણે તૂટી જાય છે. ઘણી વખત આંતરડામાં વળ ચડી જાય અને આંતરડુ કાળું પડી જાય. આ બધા કારણોસર આંતરડાની લંબાઇ 25 સે.મી.થી ઓછી થઇ જાય છે. તેવી પરિસ્થિતિમાં વ્યક્તિની ચયાપચન કરવું અત્યંત મુશ્કેલ બની રહે છે. આવી પરિસ્થિતિમાં નાના આંતરડાનું પ્રત્યારોપણ જ એક માત્ર વિકલ્પ રહે છે. અન્ય વિકલ્પમાં ધોરી નસથી દર્દીને ખોરાક આપવાની જરૂર ઉભી થાય છે. જે નિયમિ પણે અત્યંત મુશ્કેલ અને ખર્ચાળ છે. ખોરાકના ચયાપચનની ક્રિયાની શરૂઆત જ નાના આંતરડાથી થાય છે. જેના માધ્યમથી જરૂરી પોષક તત્વો લીવર સુધી પહોંચતા હોય છે. જેના પરથી સમજી શકાય કે નાના આંતરડાની તકલીફના પરિણામે ચયાપચન અને જમવાની પ્રક્રિયા વ્યક્તિ માટે મુશ્કેલ બની જાય છે.

નાના આંતરડાનું દાન ક્યારે મળી શકે -અંગના ડોનર અને અંગ લેનાર વ્યક્તિના આંતરડાની સાઇઝ મેચ થતી હોય. આંતરડુ સ્વસ્થ હોય. વધારે સોજા કે ચરબીવાળું ન હોય. આ તમામ પરિસ્થિતિ બંધબેસતાં જ આંતરડાનું પ્રત્યારોપણ શક્ય બને છે. નાના આંતરડાની પ્રત્યારોપણની જરૂરિયાત ધરાવતા દર્દીને શક્ય એટલું જલદી આંતરડું મળે ત્યારે જ તેનું જીવન બચાવવું શક્ય છે . જે કારણોસર જ સમગ્ર દેશમાં આ અત્યાર સુધીનો 14મો કિસ્સો છે.

ABOUT THE AUTHOR

...view details