ગુજરાત

gujarat

ETV Bharat / city

Exclusive: કરફ્યૂ વચ્ચે રથયાત્રા પૂર્ણ, અમદાવાદ પોલીસ કમિશ્નરે જનતાનો આભાર માન્યો

અમદાવાદની ઐતિહાસિક 144મી રથયાત્રા (144 Rathyatra) શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ ગઇ છે. જે બાદ અમદાવાદ પોલીસ કમિશ્નરે શહેરીજનોનો આભાર માન્યો હતો. પ્રજા અને પોલીસની સમજદારીથી આ રથયાત્રા પૂર્ણ થઇ છે. 3 કલાક 40 મિનિટમાં જ યાત્રા પૂર્ણ થઇ છે. કોરોનાના તમામ નિયમો સાથે શાંતિપૂર્ણ રીતે યાત્રા પૂર્ણ થઇ છે.

કરફ્યૂ વચ્ચે રથયાત્રા પૂર્ણ
કરફ્યૂ વચ્ચે રથયાત્રા પૂર્ણ

By

Published : Jul 12, 2021, 12:54 PM IST

  • અમદાવાદ રથયાત્રા પૂર્ણ
  • રથયાત્રાના આયોજન બાબતે અમદાવાદ પોલીસ કમિશ્નર સાથે ખાસ વાતચીત
  • મોડી રાત્રે 4 કલાકમાં રથયાત્રા પૂર્ણ કરવાનું કરાયું હતું આયોજન
  • સરકારે 1 વાગ્યા સુધી રથયાત્રા પૂર્ણ કરવાનો આપ્યો હતો સમય
  • કરફ્યૂની વચ્ચે રથયાત્રા પૂર્ણ

અમદાવાદ : શહેરમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા (144 Rathyatra) ચાર કલાકની અંદર પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગત મોડીરાત્રે એટલે કે 11 જુલાઈએ અમદાવાદ પોલીસ કમિશ્નર અને અમદાવાદ પોલીસ દ્વારા ખાસ એક પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં રથયાત્રા કઈ રીતે પૂર્ણ થાય જે આયોજન પ્રમાણે ફક્ત ચાર કલાકની અંદર જ રથ યાત્રા પૂર્ણ કરવામાં આવી છે. રથયાત્રા બાદ અમદાવાદ પોલીસ કમિશ્નરે અમદાવાદની જનતાનો આભાર માન્યો હતો.

કરફ્યૂ વચ્ચે રથયાત્રા પૂર્ણ
અમદાવાદની જનતાનો આભાર, પૂર્ણ સહયોગ મળ્યો :સંજય શ્રીવાસ્તવ

અમદાવાદના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે(Sanjay Shrivastava) ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ મહિનાથી રથયાત્રા વહેલી પૂર્ણ કરવા બાબતે સરકાર અને અમદાવાદ પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આયોજન રૂપે આજે તમામ રથયાત્રાનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે. જ્યારે આ બાબતે અમદાવાદના નગરજનોએ પૂર્ણ સહકાર પોલીસને આપ્યો હતો. તેમણે ETV Bharatના માધ્યમથી અમદાવાદીઓનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો :સૌ નગરજનો કોરોના ગાઈડલાઈન પાળે, ઘરે રહીને રથયાત્રા નિહાળે : પ્રદીપસિંહ જાડેજા


કરફ્યૂમાં નીકળી 144મી રથયાત્રા

ઈતિહાસમાં પ્રથમ વખત અમદાવાદની જગન્નાથ ભગવાનની 144 મી રથયાત્રાની કરફ્યૂ (Carful) વચ્ચે કરવામાં આવી હતી. કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાજ્ય સરકારે અમદાવાદ શહેરના જે રૂટ ઉપરથી રથયાત્રા પસાર થવાની હતી તેવા 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરફ્યૂ (Carful)ની જાહેરાત કરી હતી. આમ પ્રથમ વખત અમદાવાદની રથયાત્રા કરફ્યૂમાં નીકળી હતી.

આ પણ વાંચો :CM રૂપાણીએ ગુજરાત જલ્દી કોરોના મુક્ત થાય તેવી કરી પ્રાર્થના, કચ્છી સમાજને આપી નવા વર્ષની શુભકામના


અમુક જગ્યાએ પોલીસે રથને ચલાવ્યા

મળતી માહિતી મુજબ, વહેલી સવારે જ્યારે ખલાસી ભાઈઓએ વિરોધ કર્યો હતો કે, પાંચ કલાકની અંદર રથયાત્રા પૂર્ણ કરવી અશક્ય છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ (Sanjay Shrivastava) અને સેક્ટર-1ના જેસીપી રાજેન્દ્ર અસારી આ મામલે દખલ કરી હતી અને ત્યારબાદ પોલીસને સૂચના આપી હોવાનું પણ સામે આવ્યું હતું. જેમાં મળતી માહિતી પ્રમાણે રથયાત્રાના રૂટમાં પોલીસના જવાનો દ્વારા પણ રથને ચલાવવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details