અમદાવાદ: રાજ્યના નાગરિક ઉડ્ડયન પ્રધાન પૂર્ણેશ મોદી (Aviation Minister Gujarat Purnesh Modi) દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતેઆંતરરાજ્ય હવાઇ સેવાઓ (Interstate Air Service From Ahmedabad)નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્લેન પ્રારંભમાં અમરેલી-અમદાવાદ-રાજકોટ અને ભાવનગર (interstate air services between ahmedabad and rajkot) વચ્ચે સેવાઓ આપશે. ગુજરાત સરકારના ગુજસેલના સહયોગથી ખાનગી કંપની દ્વારા આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
શરૂઆતમાં 1,999 રૂપિયા હશે ટિકિટ
શરૂઆતની ટિકિટ 1,999 રૂપિયા રહેશે. આ સેવાની દરરોજ ફ્લાઇટ રહેશે, જેની શરૂઆતની ટિકિટ 1,999 રૂપિયા (air fare from ahmedabad to rajkot) રહેશે. આ સેવાને સારો પ્રતિસાદ મળશે તો તે પ્રમાણે વધુ એરક્રાફ્ટ લાવવામાં આવશે અને રાજ્યના બીજા શહેરોની સાથે પણ જોડાશે. આ પ્લેન 09 સીટર રહેશે. શરૂ કરાયેલી સેવાઓમાં એક શહેરથી બીજા શહેર સુધી પહોંચવા 30 મિનિટથી લઈને એક કલાકનો સમય લાગશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત (air service between ahmedabad and south gujarat) અને સૌરાષ્ટ્રના શહેરોને આ સેવા દ્વારા જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:રાજ્યમાં ઇન્ટરસિટી ફ્લાઇટ સર્વિસ થશે શરૂ, જાણો ક્યા શહેરો જોડાશે ફ્લાઈટ કનેક્ટિવિટીથી...
કનેક્ટિવિટી પૂરી પાડવા સરકારના પ્રયત્નો
આવનારા દિવસોમાં અમદાવાદ અને ભૂજ વચ્ચે પણ એર સેવાઓ શરૂ થશે. રાજ્યના ઉડ્ડયન પ્રધાન પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ઝડપી ટ્રાવેલિંગ માટે એર કનેક્ટિવિટી (air connectivity in gujarat) પૂરી પાડવા પ્રતિબદ્ધ છે. આવનારા દિવસોમાં અમદાવાદ અને ભૂજ વચ્ચે પણ એર સેવાઓ (air service between ahmedabad and bhuj) શરૂ થશે. રાજ્યના દરેક તાલુકામાં હેલીપેડ બન્યાં છે. 06 જેટલી જગ્યાએ હેલીપોર્ટ (heliports in gujarat) બની રહ્યા છે. મુખ્યપ્રધાનના જૂના ચાર્ટર પ્લેનને 108 એમ્બ્યુલન્સમાં કન્વર્ટ કરવા દિલ્હીમાં મંજૂરીની પ્રોસેસ ચાલી રહી છે. નાના-મોટા 15થી 17 એરસ્ટ્રીપ ડેવલપ થઈ રહ્યા છે. વર્તમાનમાં અમદાવાદ (ahmedabad international airport) અને સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ (surat international airport) છે. રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ (rajkot international airport) બનાવવાની કામગીરી ચાલી રહી છે.
ટિકિટના ભાવ વધશે
ધોરડોને એર કનેક્ટિવિટી મળે તે માટે એરસ્ટ્રીપ બનાવવા ફોરેસ્ટ ખાતાની મંજૂરી માટે અનુરોધ. સરકાર સાથે રહીને આ સેવા શરૂ કરનારી ખાનગી કંપનીના ડિરેક્ટરે જણાવ્યું હતું કે, આવનારા સમયમાં આ સેવાને સારો પ્રતિસાદ મળશે તો ટ્રાફિકને જોતા ટિકિટના ભાવ 3,500 રૂપિયા કરાશે. એક મહિના સુધી આ લોન્ચિંગ ભાવ છે. કચ્છના ધોરડો ખાતે પણ લોકો પ્રવાસનમાં જાય છે, તેને એર કનેક્ટિવિટી મળે તે માટે એરસ્ટ્રીપ બનાવવા ફોરેસ્ટ ખાતાની મંજૂરી મેળવાય તેવો અનુરોધ રાજ્ય સરકારને કરાયો છે.
આ પણ વાંચો:Omicron variant in gujarat: તંત્ર એલર્ટ પર, વિદેશથી અમદાવાદ આવેલા 400 લોકોને આઇસોલેશનમાં રહેવા સૂચના