અમદાવાદઃ રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે (Celebrate Yoga Day at the Riverfront Event Center) રાજ્યકક્ષાના વિશ્વ યોગ દિવસની (International Yoga Day 2022) ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ અહીં (CM Bhupendra Patel celebrates Yoga Day) યોગ કર્યા હતા. તેમની સાથે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સહિતના અગ્રણી નેતાઓ પણ જોવા મળ્યા હતા. અમદાવાદ શહેર અને જિલ્લામાં વિવિધ સ્થળ પર યોગ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.
CM પટેલે રિવરફ્રન્ટ સેન્ટરમાં ઉજવ્યો યોગ દિવસ આ પણ વાંચો-international yoga day 2022 : શું તમે જાણો છો શા માટે ઉજવવામાં આવે છે વિશ્વ યોગ દિવસ ?
રિવરફ્રન્ટ પર 5,000 લોકોએ કર્યા યોગજોકે, રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે 5,000 લોકોએ યોગ કર્યા હતા. જ્યારે અમદાવાદ જિલ્લા કક્ષાનો યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ અદાણી શાંતિગ્રામ ખાતે યોજાયો છે. મહત્વનું છે કે, આ વખતે યોગ દિવસની થીમ 'માનવતા માટે યોગ' (The theme of Yoga Day is Yoga for Humanity) છે.
આ લોકો રહ્યા ઉપસ્થિત - આ યોગ દિવસની ઉજવણીમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, કેન્દ્રિય નાણા રાજ્યપ્રધાન કિશનરાવ કરાડ, અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર સહિત મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાના બાળકો સહિત 5,000 લોકો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યપ્રધાને કર્યા વિવિધ યોગ રાજ્યના 75 સ્થળો પણ ઉજવણી થઈ -મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel celebrates Yoga Day) જણાવ્યું હતું કે, આ વર્ષને આપણે આઝાદીનો અમૃત મહોત્સવ તરીકે ઊજવી રહ્યા છીએ. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day 2022) નિમિત્તે રાજ્યમાં 75 સ્થળો પણ આઈકોનિક જગ્યા પર યોગ કરવામાં આવ્યો છે, જેમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી, સોમનાથ, દ્વારકા, મોઢેરા સૂર્ય મંદિર, ગાંધી આશ્રમ જેવી જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે મોટી સંખ્યામાં લોકોએ કર્યા યોગ કોરોનાકાળમાં યોગ ખૂબ ઉપયોગી થયોઃ CM -મુખ્યપ્રધાને વધુમાં (CM Bhupendra Patel celebrates Yoga Day) જણાવ્યું હતું કે, યોગ એ જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. તેનું મહત્વ કોરોના કાળમાં આપણે સમજ્યા છીએ. યોગે આપણને કોરોના જેવા રોગ સામે રક્ષણ આપ્યું છે. દેશના વડાપ્રધાનના પ્રયત્ન થકી સર્વજન સુખાય થકી આજ વિશ્વના 130 જેટલા દેશો યોગ દિવસ ઊજવી રહ્યા છે.
મુખ્યપ્રધાને કર્યા વિવિધ યોગ યોગ ભારતની સંસ્કૃતિની અણમોલ ભેટ છેઃ હર્ષ સંઘવી -ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દેશમાં જ નહીં, પરંતુ વિશ્વમાં યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આનો શ્રેય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે, જે આ જ દેશની સંસ્કૃતિની અણમોલ ભેટ યોગનો લાભ આ વિશ્વ લઈ રહ્યું છે. આપણા માટે તે ગૌરવની વાત છે.
રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટરમાં યોગ દિવસની ઉજવણી મુખ્યપ્રધાન, ગૃહરાજ્યપ્રધાન સહિતના નેતાઓએ એકસાથે કર્યા યોગ રાજ્યમાં અનેક જગ્યા યોગ દિવસની ઉજવણી -રાજ્યમાં આજે (મંગળવારે) 17 ધાર્મિક સ્થળો જેવા કે, દાદા હરીની વાવ, દાંડી સ્મારક સહિતના 18 ઐતિહાસિક સ્થળો, કચ્છના રણ જેવા 22 પ્રવાસ સ્થળો, સાપુતારા જેવા 17 કુદરતી પ્રવાસન સ્થળો પર ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે જિલ્લા, તાલુકા, નગરપાલિકા, શાળાઓ, ITI, પોલીસ સ્ટેશનમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટરમાં યોગ દિવસની ઉજવણી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટરમાં યોગ દિવસની ઉજવણી વિદ્યાર્થી, શિક્ષક સહિત લોકો યોગમાં જોડાયા -રાજ્યમાં સમગ્ર યોગ દિવસની ઉજવણી (International Yoga Day 2022) કરવામાં આવી હતી, જેમાં 84,65,000 પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, 3,23,000 શિક્ષકો, 28,43,000 વાલીઓ, 16,14,000 કૉલેજના વિદ્યાર્થીઓ, 60,000 પ્રોફેસર્સ અને 12,70,400 આરોગ્ય કર્મચારીઓ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.