અમદાવાદ -બે બહેનોએ હુલાહુપ રમતમાં (Hulahoop game )સોલોમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, તેઓએ કોરોના લોકડાઉનમાં (Corona Lockdown)હુલાહુપ શીખ્યા હતા. ક્રિષાનું 32 વર્ષ પછી કોઇ ચિત્ર શિકાગોમાં ફાઇનલ (Picture selected in final Chicago event)માટે પસંદ થયું છે. જે પરિણામ આગામી એપ્રિલ મે મહિનામાં આવશે. અમદાવાદના સાયન્સ સીટી (Science City of Ahmedabad)વિસ્તારમાં રહેતા હિમાંશુભાઈ પુજારાની બે દીકરીએ હુલાહુપ સોલોમાં વર્લ્ડરેકોર્ડ(World record in hulahoop solo) બનાવ્યા છે. જેમાં એલીના માત્ર 6 ઉમરની છે જેણે માત્ર 1 મિનિટમાં 172 રાઉન્ડ અને ક્રિષા જે 12 વર્ષની ઉમરે જ 1 મિનિટમાં 182 રાઉન્ડ કરી રેકોર્ડ નોંધાવ્યો હતો.
કોરોના લોકડાઉન સમયનો સદઉપયોગ કર્યો, જીલ્પા બેન -જીલ્પાબેન ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે,મારી બંને દીકરીએ કોરોના લોકડાઉન સમયમાં ઘરમાં રહીને કંટાળીને કઈક અલગ કરવાનો પ્રયત્ન કર્યો જેમાંથી બન્ને સોશિયલ મીડિયા અને ગૂગલની મદદથી પ્રેક્ટિસ કરી સફળતા મેળવી છે.
ક્રિષા મેળવ્યા છે અનેક એવોર્ડ -12 વર્ષની ઉંમર સુધીમાં ક્રિષા અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે જેમાં 2017માં રાષ્ટ્રીય કલા જ્યોતિ એવોર્ડ, 2018માં અખિલ ભારતીય સિતો રિયુ કરાટેમાં સિલ્વર મેડલ, 2019માં પિકસો આર્ટ કોન્ટેસ્ટમાં ઇન્ટરનેશનલ લેવલ ગોલ્ડન આર્ટિસ્ટ એવોર્ડ, 2020માં હાઈ રેન્જ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, ઇન્ડિયા રેકોર્ડ, માર્વેલ્સ બુક ઓફ રેકોર્ડ,2021માં હુલાહુપ સોલોમાં 1 મિનિટમાં 182 રાઉન્ડ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
આ પણ વાંચો:સાહસ કોઇ વયનું મોહતાજ નથી, મુરૈનાના બાળવીર અદ્રિકા અને કાર્તિકે કર્યું હતું ભારે હિંમતનું કામ