અમદાવાદ: કોરોના પોઝિટિવ દર્દીઓને ઈન્શ્યોરન્સની કેશલેસ સુવિધા મળે તેવી માગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. સુરત સિટિઝન કાઉન્સિલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, કોરોના દર્દીના પરિવારજનોને હોસ્પિટલમાં દાખલ થતી વખતે પૈસા ચૂકવવા માટે ખૂબ જ તકલીફ પડે છે. જેથી ઈન્શ્યોરન્સની સુવિધા કેશલેસ કરવામાં આવે.
સુરતમાં વીમા કંપનીઓ કેશલેસ વીમો ચૂકવે તેવી માગ સાથેની અરજી હાઈકોર્ટમાં દાખલ - કેશલેશ સુવિધા
રાજ્યમાં સુરત શહેર કોરોના હોટસ્પોટ બની રહ્યું છે. ત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓને ઈન્શ્યોરન્સની કેશલેસ સુવિધા મળે તેવી માગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે આગામી સપ્તાહમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
![સુરતમાં વીમા કંપનીઓ કેશલેસ વીમો ચૂકવે તેવી માગ સાથેની અરજી હાઈકોર્ટમાં દાખલ application field in high court](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8409299-thumbnail-3x2-ahmead.jpg)
PILમા માગ કરવામાં આવી છે કે, ઈન્શ્યોરન્સ કંપની ખાનગી હૉસ્પિટલ્સમાં કોરોનાની સારવાર માટે કેશલેસ મેડિકલેમ પોલીસી પૂરી પાડે. હાઈકોર્ટ આ મુદ્દે ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવેલપમેન્ટ એજન્સીને નિર્દેશ આપે એવી રજૂઆત પણ કરવામાં આવી છે. હાઈકોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, કોરોના દર્દીઓમાં કાર્ડ અને આયુષમાન ભારત યોજના હેઠળ સારવાર લઈ શકે છે.
સુરત અને દક્ષિણ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વણસી રહી હોવાથી ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે અને કોર્ટ મહત્વના નિર્દેશ આપે એવી દાદ માગવામાં આવી છે.