- ગુજરાતમાં હાઇકોર્ટમાં સુનાવણી પૂર્ણ
- રાજ્યમાં બેડ ખાલી હોવાનો જવાબ રાજ્ય સરકારે આપ્યો
- ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરો- હાઇકોર્ટ
- સરકારે કોરોનાને કાબૂમાં લેવા શું પ્રયાસો કર્યા, તેની રજૂઆત કરાઇ
- અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા 14 દિવસ લોકડાઉનની જરૂરિયાત હોવાની કોર્ટમાં કરી રજૂઆત
અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ દૈનિક 10 હજારથી કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે, ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાની કામગીરી મુદ્દે સુઓમોટો કરીને સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં મંગળવારના રોડ હાઇકોર્ટમાં સુનાવણી પૂર્ણ કરવામાં આવી છે. જે અંગે 27 એપ્રિલના રોજ અંતિમ નિર્ણય હાઇકોર્ટ દ્વારા આપવામાં આવશે. જ્યારે મંગળવારની સુનવણીમાં હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે કે, ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા નથી. જેથી આ ઘટનાને ધ્યાનમાં લઇને હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી કે, દર્દી 108માં આવે કે, ખાનગી વાહનોમાં હોસ્પિટલમાં દાખલ કરવા જોઇએ અને તેમને સારવાર આપવી જોઇએ.
અમદાવાદ મેડિકલ એસોસિએશને 14 દિવસ લોકડાઉનની જરૂરિયાત હોવાની કોર્ટમાં કરી રજૂઆત
ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલા કોરોના સુઓમોટોની કાર્યવાહીમાં અમદાવાદ મેડિકલ એસોશિયેશન દ્વારા રાજ્યમાં 14 દિવસના લોકડાઉનની જરૂરિયાત હોવાની કોર્ટમાં રજૂઆત કરી હતી, જ્યારે રાજ્યમાં હજૂ પણ દિવસે કોરોના ટેસ્ટ વધારવાની જરૂરિયાત હોવાનુ રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, સોમવારના રોજ અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા GCCI(ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ)ને પત્ર લખીને જરૂરિયાત ઇન્ડસ્ટ્રીઝ જ 50 ટકા કેપેસિટિ સાથે ચાલુ રાખવાની માગ કરવામાં આવી હતી, જ્યારે બાકીની ઇન્ડસ્ટ્રીઝ 14 દિવસ સુધી બંધ રાખવાની માગ પત્ર દ્વારા કરવામાં આવી હતી.
આ પણ વાંચો -કોરોના સારવારમાં અભાવનું એક મોટું કારણ સરકારી આંકડા અને વાસ્તવિક સ્થિતિ વચ્ચેનું અંતર છે- ગુજરાત હાઇકોર્ટ
30 એપ્રિલ સુધીમાં એક લાખ બેડ વધારાશે તેવો સરકારનો દાવો
રાજ્યમાં વર્તમાન પરિસ્થિતીની જો વાત કરવામાં આવે તે અનેક એવા જિલ્લાઓ છે કે જેમાં બેડ સંપૂર્ણપણે ફુલ ગયા છે. કોરોના હોસ્પિટલમાં એક બેડ મેળવા માટે લોકો વલખા મારી રહ્યા છે, ત્યારે અમદાવાદ અન્ય જગ્યાઓ સહિત રાજ્યમાં 30 એપ્રિલ સુઘી એક લાખ બેડની સુવિધાઓ વધારવામાં આવશે, તેવો રાજ્ય સરકાર દ્વારા હાઇકોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં 1,200 બેડની હોસ્પિટલ પણ સંપૂર્ણપણે ફુલ થઇ ગઇ છે, ખાનગી હોસ્પિટલમાં જગ્યા નથી, ત્યારે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં અમદાવાદમાં 76 ટકા બેડ ભરાયેલા હોવાનો સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
રાજ્યની યુનિવર્સિટી સંચાલિત લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ કરાવાનું સરકારનું આયોજન
હાઇકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે, રાજ્યની યુનિવર્સિટી સંચાલિત લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ કરવાનુ સરકારનુ આયોજન છે, જ્યારે રાજ્ય સરકાર દ્વારા આગાઉથી જ યુનિવર્સિટીની લેબોરેટરીમાં ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો -ગુજરાત સરકારને "સુપ્રીમ" રાહત, હાઈકોર્ટના આદેશ પર લગાવ્યો સ્ટે
રેમડેસીવીર ઇન્જેક્શન એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ અને HRCT ટેસ્ટ પોઝિટિવ દર્દીઓને આપવા માટે સરકાર તૈયાર