● ભારતના માહિતી કમિશનરે ઇટીવી ભારત સાથે ખાસ વાત કરી
● આરટીઆઈનો દુરૂપયોગ રોકવા કરશે કામ
● આરટીઆઈ ન્યાયની પ્રક્રિયામાં સહભાગી થવી જોઈએ
અમદાવાદઃ ઇન્ફોર્મેશન કમિશનર ઉદય મહુરકરે ETVBharatને આપેલાં એક્સક્લૂસિવ મુલાકાતમાં આરટીઆઈને લઇને ઘણી અગત્યની વાતો કહી હતી. તેમ જ આરટીઆઈ દુરુપયોગના પ્રશ્ને પોતાનું વલણ પણ સ્પષ્ટ કર્યું હતું. તેમની સાથે અમદાવાદ સંવાદદાતા આશિષ પંચાલે મુલાકાત કરી હતી. આવો તેમની સાથેની વિડીયો મુલાકાત.
- પદ ગ્રહણ કર્યું ત્યારે સૌથી પહેલા કયું કાર્ય કરવાનું વિચાર્યું હતું ?
ઉદય મહુરકર જણાવે છે કે, તેમનું સૌ પ્રથમ કાર્ય સામાન્ય પ્રજાને આરટીઆઈના માધ્યમથી ન્યાય અપાવવાનું રહેશે. આરટીઆઇના દુરુપયોગ સામે પગલાં લેવામાં આવશે. પરંતુ આ પ્રક્રિયા સરળ નથી, ત્યારે તેને કુશળતાથી સંભાળવું ખૂબ જ જરૂરી છે. આ હોદ્દા પર સામાન્ય રીતે સરકારી અધિકારીઓની નિમણૂક થતી હોય છે. પહેલી વખત પત્રકારને જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે નવી અપેક્ષા ઘણા લોકો રાખી રહ્યા છે. મારી પાસે સરકારને બહારથી જોવાનો અને પત્રકાર એમ બંનેનો અનુભવ છે.
- આરટીઆઈનો દુરુપયોગ કેવી રીતે રોકશો ?
જાહેર હિતની અપીલ અને સ્વાર્થ ખાતર કરાયેલ આરટીઆઈના વચ્ચે ભેદ કરવામાં પાતળી રેખા છે. તે રેખા દ્વારા તેને બે ભાગમાં જુદાં પાડવા ખૂબ જ અઘરું કામ છે. પરંતુ પોતાના ત્રણ દાયકાના અનુભવથી તેઓ આ કાર્ય કરી શકશે. તેઓ ગુજરાતના 18000 ગામડાંથી 2000 ગામડામાં ફર્યા છે. જે અનુભવ તેમને ખૂબ ઉપયોગી થશે
- આપે આરટીઆઇ કરી છે, તો તેમાં કેવી સમસ્યાઓ આવે છે ? તેને દૂર કરવા શું કરશો ? તેને સરળ કેવી રીતે બનાવશો ?
આરટીઆઇ પ્રાઇવેટ અને પબ્લિક બંનેના હિત માટે હોઈ શકે. પરંતુ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ માટે ના હોવી જોઈએ. ખરેખર જે લોકોને માહિતીની જરૂર હોય, ત્યારે આરટીઆઈના માધ્યમથી તેમને ન્યાય આપવાની પ્રક્રિયામાં સહભાગી થવાય તેવો પ્રયત્ન રહેશે. પરંતુ લોકોએ એ વાત યાદ રાખવી જોઈએ કે સેન્ટર ઇન્ફોર્મેશન ડીપાર્ટમેન્ટ એ જાહેર ફરિયાદ નિવારણ વિભાગ નથી. પરંતુ તેમાં મદદગાર સાબિત થઈ શકે છે.
ઈન્ફોર્મેશન કમિશનર ઓફ ઈન્ડિયા ઉદય મહુરકરે કરી ETV Bharat સાથે કરી ખાસ વાતચીત - સોશિયલ મીડિયા આવવાથી પત્રકારત્વ ક્ષેત્રમાં શું ફેરફાર આવ્યાં છે ?
સોશિયલ મીડિયા હોવાથી તેના ફાયદા અને ગેરફાયદા પણ છે. ટ્રોલિંગ વચ્ચે સત્ય ઢંકાઈ જાય છે. સોશિયલ મીડિયા ખૂબ સારુ પ્લેટફોર્મ છે. લોકશાહી માટે પણ તે જરૂરી છે. પરંતુ તેની અંદર કેટલી ખતરનાક વસ્તુઓ છે, જે સત્યને ઢાંકી દે છે.
- નરેન્દ્ર મોદીના ગુજરાતના સીએમના કાર્યકાળ પહેલાંથી, તેમના વડાપ્રધાન પદ સુધીના કાર્યકાળને કેવી રીતે જુઓ છો ?
તેઓ દરેક સરકારને પોઝિટિવ રીતે જુએ છે. નરેન્દ્ર મોદીની સરકારમાં પણ ભૂલ થાય અને તેની ટીકા થાય. પરંતુ દેશના સામે કેટલાક પ્રશ્નો છે. જેમ કે ગરીબી, તેના નિવારણ માટે નરેન્દ્ર મોદી સરકારે યોગ્ય કાર્ય કર્યું છે. ખાસ કરીને જન-ધન યોજનાની વાત કરવામાં આવે તો તેનાથી વચેટિયાઓ દૂર કર્યા છે. અત્યારે દેશમાં ધાર્મિક વિખવાદ જોવા મળી રહ્યો છે, તેને દૂર કરવું જરૂરી છે.
● રાષ્ટ્રવાદી છે ઇન્ફોર્મેશન કમિશનર ઉદય મહુરકર
ઉલ્લેખનીય છે કે, ઉદય મહુરકર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર બે પુસ્તકો લખી ચૂક્યાં છે. તેઓ પોતે મરાઠી હોવાથી અને તેમના વડવાઓ પણ મરાઠી સામ્રાજ્ય સાથે જોડાયેલ હોવાથી, તેમના વિચારો રાષ્ટ્રવાદી છે. વીર સાવરકર માટે તેમને ખૂબ જ માન છે અને તેઓ તેમની જીવનીથી ખૂબ જ પ્રભાવિત થયાં છે.