અમદાવાદ: દેશમાં અને રાજ્યમાં બાંધકામનું કાર્ય સરકાર ટેન્ડરિંગ (Government tendering of construction work) પ્રક્રિયા દ્વારા કરતી હોય છે. હજારો કોન્ટ્રાક્ટર દ્વારા સતત રોડ (gujarat road contractors), બ્રિજ, મકાન (gujarat housing contractors) વગેરે બનાવવાના કાર્ય કરાવાતા હોય છે. ગુજરાત સરકારમાં પણ માર્ગ અને મકાન વિભાગ (road and building department gujarat), સિંચાઇ વિભાગ, પંચાયતો, અર્બન ડેવલપમેન્ટ વિભાગો (urban development department gujarat), પોલીસ આવાસો, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ વગેરે વિભાગોમાં ટેન્ડરિંગ પ્રક્રિયાથી બાંધકામ ક્ષેત્રના કોન્ટ્રાક્ટ (gujarat government construction sector contracts) અપાય છે.
શું છે કોન્ટ્રાક્ટરોની માંગ?
કોન્ટ્રાક્ટરોનું કહેવું છે કે, તાજેતરમાં બાંધકામ ક્ષેત્રે વપરાતા સ્ટીલ, સિમેન્ટ, રેતી, કપચી અને બિલ્ડિંગ મટીરિયલ્સ તેમજ ટ્રાન્સપોર્ટેશન અને મજૂરીના ભાવમાં 30થી 40 ટકા જેટલો ભાવ વધારો (Inflation in Construction Sector) થયો છે, પરંતુ કોન્ટ્રાક્ટરો પાસે ટેન્ડર પ્રમાણે જૂના ભાવે જ કાર્ય કરાઇ રહ્યું છે, જેથી તેમને નુકસાન જઈ રહ્યું છે. આથી કોન્ટ્રાક્ટરોને ભાવ વધારો મળવો જોઈએ.
કોન્ટ્રાક્ટર્સ પાસે કેટલા સરકારી કામ?
કોન્ટ્રાક્ટર પાસે ગુજરાત સરકારના આશરે 25 હજાર કરોડના કામ ચાલું છે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC construction work)ના 08 હજાર કરોડના કાર્યચાલું છે. કોન્ટ્રાક્ટરોનું કહેવું છે કે, જે સ્ટીલનો ભાવ 40થી 47 રૂપિયા હતો તે 72થી 75 રૂપિયા થયો છે. 250 રુપિયાના સિમેન્ટનો ભાવ 350 રૂપિયાએ પહોંચ્યો (Price Hike in Construction Sector) છે.